હૈદરાબાદ : ચીનથી ફેલાયેલા કોરોના વાઇરસના કારણે ઓલિમ્પિક સહિત કેટલીક રમત અને ઇવેન્ટને રદ કરવામાં આવી છે. આ વચ્ચે બ્રેડ હોગે ચાહકોની સાથે સવાલ જવાબનો સેશન કર્યો હતો. આ તકે ચાહકોએ હોગને પુછ્યુ કે લિયોન અને અશ્વિનમાંથી સારો સ્પિનર કોણ છે.
બ્રેડ હોગે આ પ્લેયરને ગણાવ્યો બેસ્ટ ઑફ સ્પિનર - ટ્વિટ
રવિચંદ્રન અશ્વિન એક શાનદાર પ્રદર્શન કરનારો ખેલાડી છે. પરંતુ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ચાઇનામેન બોલર બ્રેડ હોગને લાગી રહ્યું છે કે નાથન લિયોન રવિચંદ્રન અશ્વિનથી સારો સ્પિનર છે.
બ્રેડ હોગે આ પ્લેયરને ગણાવ્યો બેસ્ટ ઓફ સ્પિનર
હોગે ટ્વિટ કરતા તેનો જવાબ આપતા લખ્યુ કે, ' મને લાગી રહ્યુ છે કે લિયોને છેલ્લા વર્ષની સરખામણીમાં અશ્વિન કરતા સારી રમત દાખવી છે, પરંતુ મને ખુશી એ છે કે બંને પોતાની રમતમાં સુધાર પર ધ્યાને આપે છે.
ઉલ્લેખનિય છે કે, અશ્વિને 71 ટેસ્ટ મેચમાં 365 વિકેટ લીધી છે અને 111 વન ડેમાં 150 વિકેટ હાંસલ કરી છે. જ્યારે લિયોને 96 ટેસ્ટમાં 390 વિકેટ અને 29 વન ડેમાં 29 વિકેટ હાંસીલ કરી છે.