લાહોર: પાકિસ્તાનના પૂર્વ ઓફ સ્પિનર શકલેન મુસ્તાકે ભારતના કાંડા સ્પિનર કુલદીપ યાદવની પ્રશંસા કરતા કહ્યું છે કે, ભારતીય સ્પિનરે કુલદીપે તાજેતરના ક્રિકેટ ટૂંકા કાર્યકાલ છતાં શાનદાર પ્રદર્શન કર્યું છે.
પાકિસ્તાની બોલર મુસ્તાકે કરી કુલદીપની પ્રસંશા, જાણો શું કહ્યું? - શિક્ષિત ક્રિકેટર
શકલેન મુસ્તાકે કહ્યું કે, 'હું કુલદીપને ઘણો પસંદ કરું છું, કારણ કે તેની પાસે મોટ દિલ છે. મેં કુલદીપ સાથે ઘણીવાર વાત કરી છે અને તે એક સારો શિક્ષિત ક્રિકેટર હોવાનું જણાય છે.
પાકિસ્તાની બોલર મુસ્તાકે કરી કુલદીપની પ્રસંશા
મુસ્તાકે ક્રિકેટ પાકિસ્તાનને કહ્યું, "નાના ફોર્મેટમાં ભારતના કુલદીપે સારુ પ્રદર્શન કર્યું છે. હું તેને ખૂબ પસંદ કરું છું. મેં તેની સાથે ઘણીવાર વાત કરી છે અને તે એક સારો શિક્ષિત ક્રિકેટર દેખાય છે."
મહત્વનું છે કે, કુલદીપે ભારત માટે અત્યાર સુધીમાં છ ટેસ્ટ, 60 વનડે અને 21 ટી-20 મેચ રમી છે, જેમાં અનુક્રમે 24, 104 અને 39 વિકેટ લીધી છે.