હૈદરાબાદઃ ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન ચેતન ચૌહાણનું રવિવારના રોજ 73 વર્ષની ઉંમરે નિધન થયું છે. ઉત્તર પ્રદેશ સરકારમાં પ્રધાન હતા. ચેતન ચૌહાણની હાલત છેલ્લા થોડા સમયથી નાજુક હતી, તેઓ 12 જુલાઇના રોજ કોરોના પોઝિટિવ થયા હતા. ડોક્ટરના જણાવ્યા મુજબ તેમના શરીરના અંગોએ કામ કરવાનું બંધ કરી દીધુ હતું. તેઓ ગુરૂગ્રામની હોસ્પિટલમાં વેંટિલેટર પર હતા.
શુક્રવાર રાત્રે અચનાક તેમની તબિયત વધારે ખરાબ થઇ હતી અને ત્યારબાદ ડોક્ટરોએ તેમને લાઇફ સપોર્ટ સિસ્ટર પર રાખવાનો નિર્ણય કર્યો હતો.
મહત્વનું છે કે, ચેતન ચૌહાણ ભારતનીય ટીમના એક મહત્વપૂર્ણ બેટ્સમેન રહી ચુક્યા છે. ભારતીય ટીમ છોડ્યા બાદ તેમને રાજનીતીમાં પોતાનો હાથ અજમાવ્યો હતો. ચેતન ચૌહાણ ભારતીય જનતા પાર્ટી(BJP)ના લોકસભાના સભ્ય પણ રહી ચુક્યા છે. 1991 અને 1998માં તેઓ બીજેપીમાંથી સાંસદ પણ રહી ચુક્યા છે.
ભારતીય ટીમમાં 40 ટેસ્ટ રમનારા ચૌહાણ અને સુનીલ ગાવસ્કર લાંબા સમય સુધી જોડીદાર રહ્યા હતા. બન્નેની જોડી ઘણી સફળ રહી છે. સલામી જોડીએ 1970ના દશકમાં 10 વાર 100 રનથી વધારેની પાર્ટનરશીપ કરી હતી. બન્નેની જોડીએ 3 હજારથી વધારે રન બનાવ્યા હતા.
ચૌહાણ ઘરેલુ ક્રિકેટમાં દિલ્હી અને મહારાષ્ટ્રની ટીમ માટે પણ રમ્યા હતા. તેમને 179 ફસ્ટક્લાસ મેચોમાં 40.22ની એવરજથી 11,143 રન બનાવ્યા છે, જેમાં તેમને 21 સદી અને 59 અર્ધસદીનો પણ સમાવેશ કરવામાં આવે છે. તેઓ દિલ્હી અને જિલ્લા ક્રિકેટ સંઘમાં વિવિધ પદો પર રહ્યા હતા અને ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારતીય ટીમના મેનેજર પણ રહ્યા હતા.
ભારતીય ટીમ તરફથી વર્ષ 1969માં ચેતન ચૌહાણએ આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેમને ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ 25 સપ્ટેમ્બર 1969માં ટેસ્ટ ક્રિકેટથી ડેબ્યૂ કર્યું હતું. ચેતન ચૌહાણએ 40 ટેસ્ટ મેચોમાં 31.58ની એવરજથી 2084 રન બનાવ્યા હતા. ટેસ્ટમાં તેમનો સર્વોચ્ચ સ્કોર 97 રન હતો. વન-ડેની 7 મેચમાં તેમને 21.86ની એવરજથી 153 રન બનાવ્યા હતા.
ટેસ્ટમાં 2 હજારથી વધારે રણ બનાવ્યા બાદ પણ તેમના નામે એક પણ શતક નથી. તેઓ ટેસ્ટ ક્રિકેટમાં 2000થી વધારે રન બનાવ્યા છતા એક પણ શતક ન લગાવનાર પહેલા ખેલાડી બન્યા હતા. તેમને 1981માં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ છેલ્લી ઇન્ટરનેશનલ મેચ રમ્યા હતા અને તે પ્રવાસ બાદ તેમને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા હતા અને ફરી તેમની ટીમમાં ક્યારેય વાપસી થઇ નહોતી.