લંડનઃ લંકાશાયર ક્રિકેટ ક્લબના ચેરમેન ડેવિડ હૉજકિસનું કોરોનાવાઇરસના કારણે મોત થયું છે, તેમની ઉંમર 71 વર્ષની હતી.
મળતી માહિતી પ્રમાણે, લંકાશર લગભગ 22 વર્ષ સુધી ઓલ્ડ ટ્રેફર્જમાં સેવા આપી ચૂક્યા છે, તેઓ 1998માં ઓલ્ડ ટ્રેફર્જ સાથે જોડાયા હતા અને એપ્રિલ 2017માં તેઓ ઓલ્ડ ટ્રેફર્જના ચેયરમેન બન્યા હતા.
આ પહેલા પાકિસ્તાનના ખેલાડી આઝમ ખાનનું કોરોના વાઇરસના સંક્રમણમાં આવવાથી લંડનમાં મોત થયું હતું. તેમની ઉંમર 95 વર્ષની હતી.
આફ્રિકાના ફુટબોલ પરિસંધ(CAF) અને સોમાલી ફુટબોલ મહાસંધ(SFF)એ સોમાલિયાના ખેલાડી અબ્દુલ કાદિર મોહમ્મદ ફરાહનું પણ મોત કોરોના વાઇરસના સંક્રમણના કારણે થયું છે.
મહત્વનું છે કે, વિશ્વના મોટા ભાગના દેશોમાં કોરોના વાયરસનો પ્રકોપ રોકાવાનું નામ નથી લઇ રહ્યો. આ ખતરનાક વાઇરસના કારણે દૂનિયામાં 41 હજારથી વધારે લોકોના મોત થઇ ચૂક્યા છે.