નવી દિલ્હી: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે પોતાના સાથી ક્રિકેટર યુવરાજ સિંહની પ્રશંસા કરતાં કહ્યું કે શારીરિક રીતે મુશ્કેલ સમય હોવા છતાં, પણ રમતમાં તેની સિદ્ધિઓ શ્રેષ્ઠ રહી છે.
યુવરાજે કેન્સર જેવી બીમારી સામે લડ્યા છતાં, 2011 માં ભારતને વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. 2011 ના વર્લ્ડ કપમાં યુવરાજને 'પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ' તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.
લક્ષમણે હરભજન બાદ યુવરાજની પ્રશંસા કરતા તેમના સાહસને સલામ કરી લક્ષ્મણે ટ્વિટર પર લખ્યું કે, 'કેન્સર પર સફળ જીતને કારણે ઘણા લોકો માટે પ્રેરણારૂપ બનનાર યુવરાજસિંહે ગંભીર બીમાર હોવા છતાં, 2011ના વર્લ્ડ કપમાં ટીમને જીત અપાવવામાં મહત્વનું યોગદાન આપ્યું. કેન્સરમાંથી સ્વસ્થ થયા બાદ યુવરાજે તેની કારકિર્દીનો સર્વોત્તમ વનડે સ્કોર બનાવ્યો જે તેની અવિરત હિંમતનું પ્રતીક છે. "
2017 માં યુવરાજે ઇંગ્લેન્ડ સામે કટકમાં રમાયેલી વન-ડેમાં 21 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 127 બોલમાં 150 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી.
યુવરાજે ભારત માટે કુલ 304 વનડે મેચ રમી છે. જેમાં તેણે 36.56 ની સરેરાશથી 8701 રન બનાવ્યા છે. તેણે વન ડેમાં 111 વિકેટ પણ લીધી છે. આ સિવાય તેણે ભારત તરફથી 40 ટેસ્ટ અને 58 ટી 20 મેચ પણ રમી છે, જેમાં તેણે અનુક્રમે 1900 અને 1170 રન બનાવ્યા છે.
લક્ષમણે હરભજન બાદ યુવરાજની પ્રશંસા કરતા તેમના સાહસને સલામ કરી
લક્ષ્મણે અગાઉ અનુભવી સ્ટાર ઓફ સ્પિનર હરભજન સિંહની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે હરભજને તેની સંભવિત નિરાશાને આક્રમકતામાં ફેરવી દીધી હતી અને તેથી જ તેણે એક દાયકાથી વધુ સમય સુધી પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.
લક્ષ્મણે ટ્વિટર પર કહ્યું હરભજન કે જે આસાનીથી પોતાની કારકિર્દી અને અંગત જીવનમાં આવેલા મુશ્કીલ સમયમાં વિચલીત થઇ શકતો હતો, પરંતુ તેમણે તેની સંભવિત નિરાશાને આક્રમણમાં ફેરવી દીધી, હરભજને લગભગ એક દાયકાથી વધુ સમય સુધી પોતાનું શ્રેષ્ઠ સ્તર જાળવ્યું હતું.