મુંબઇ: શ્રીલંકાના પૂર્વ કેપ્ટન કુમાર સંગકારાએ 2002 ચેમ્પિયન ટ્રોફીની એક ઘટના યાદ કરી હતી. જ્યારે ભારતીય ટીમના તત્કાલીન કેપ્ટન સૌરવ ગાંગુલી તેના ડ્રેસિંગ રૂમમાં આવ્યા હતાં. તે વર્ષ ચેમ્પિયન ટ્રોફીની બે મેચ વરસાદના કારણે ઘોવાઇ ગયા અને ભારત-શ્રીલંકાને સંયુક્ત રીતે વિજેતા જાહેર કર્યા હતાં.
સંગકારાએ એક શો પર કહ્યું કે, ' મને એક વન ડે મેચની ઘટના યાદ છે જ્યાં રસેલ આર્નલ્ડ સાથે વિવાદ સર્જાયો હતો. મને લાગે છે કે દાદાને અંતિમ ચેતવણી આપવામાં આવી હતી અને અંપાયરે તેની ફરિયાદ કરી હતી.