દુબઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 13 મી સીઝનની ત્રીજી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે મુકાબલો કરવાની તૈયારી કરી છે. સનરાઇઝર્સે 2016માં આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. પરંતુ વિરાટ કોહલીની કપ્તાનીવાળી રોયલ ચેલેન્જર્સ લીગની ત્રણ ટીમો હજુ સુધી એક પણ ખિતાબ જીતી શકી નથી.
કોહલીની કપ્તાનીવાળી રોયલ ચેલેન્જર્સની સૌથી મોટી તાકાત બેટ્સમેન છે. જોકે, હૈદરાબાદની ટીમમાં બોલર અને બેટ્સમેન બંને શાનદાર છે.
બંને ટીમો આ પ્રકારે છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ: ડેવિડ વાર્નર (કેપ્ટન), અભિષેક શર્મા, બેસિલ થાંપી, ભુવનેશ્વર કુમાર, બિલી સ્ટેનલેક, જોની બેયરસ્ટો, કેન વિલિયમ્સન, મનીષ પાંડે, મોહમ્મદ નબી, રાશિદ ખાન, સંદીપ શર્મા, શાહબાઝ નદીમ, શ્રીવત્સ ગોસ્વામી, સિદ્ધાર્થ કૌલ, ખલીલ અહેમદ , ટી નટરાજન, વિજય શંકર, રિદ્ધિમાન સાહા, વિરાટ સિંહ, પ્રિયમ ગર્ગ, મિશેલ માર્શ, સંદીપ બવાંકા, ફાબિયન એલેન, અબ્દુલ સમાદ, સંજય યાદવ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર : વિરાટ કોહલી (કેપ્ટન), પાર્થિવ પટેલ, એબી ડીવિલિયર્સ, ક્રિસ મૌરિસ, યુઝવેન્દ્ર ચહલ, શિવમ દુબે, આરોન ફિંચ, ઉમેશ યાદવ, એડમ જામ્પા, વોશિંગ્ટન સુંદર, નવદીપ સૈની, મોહમ્મદ સિરાજ, ડેલ સ્ટેન, મોઈન અલી, પવન નેગી, ગુરકીરત માન સિંહ, ઇસુરુ ઉદાના, દેવદૂત્ત પડીકલ, શહબાજ અહમદ, જોશુઆ ફિલિપે, પવન દેશપાંડે