ગુજરાત

gujarat

ETV Bharat / sports

જાણો, કોહલીએ પોતાના મનપસંદ શતક વિશે કરી વાત - ક્રિકેટ ન્યૂઝ

પુણેઃ વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ બેવડી સદી ફટકાર્યા બાદ પોતાની મનપસંદ શતક વિશે વાત કરી હતી. જેમાં તેણે એટિંગા, મુંબઈમાં ઈગ્લેન્ડ વિરૂદ્ધ ફટકારેલી બેવડી સદી ખાસ હોવાનું જણાવ્યું હતું.

વિરાટ કોહલીએ ટેસ્ટ મેચમાં બેવડી શતક ફટકારી

By

Published : Oct 12, 2019, 10:24 AM IST

ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીએ પોતાના ટેસ્ટ કરિયરમાં પહેલી બેવડી સદી એટિંગાના નોર્થ સાઉન્ડ સ્ટેડિયમમાં વેસ્ટઇન્ડિઝ વિરૂદ્ધ ફટકારી હતી, ત્યારબાદ તેણે ઈંગ્લેન્ડ વિરૂદ્ધ મુંબઈમાં બેવડી સદી ફટકારી હતી.

વિરાટ કોહલીએ ટેસ્ટ મેચમાં બેવડી શતક ફટકારી

વિરાટ કોહલીએ શુક્રવારે દક્ષિણ આફ્રિકા સામે ચાલતી બીજી ટેસ્ટમાં કેરિયરની સાતમી બેવડી શતક ફટકારી હતી. સાથે જ ભારત તરફથી ટેસ્ટમાં સૌથી વધારે બેવડી શતક ફટકારનાર ક્રિકેટરોની યાદીમાં સ્થાન મેળવ્યું છે.

BCCIની વેબસાઈટમાં કોહલીએ જણાવ્યું હતું કે, "બેવડી સદી ફટકારીને ઘણું સારું લાગે છે. મારી મનપસંદ બેવડી શતક અંટિગા અને મુંબઈમાં ઇગ્લેન્ડ વિરૂદ્ધ ફટકારી છે તે છે. કારણ કે, આ બે મેચમાં એક મારા ઘર આંગણે અને એક ઘર બહાર એટલે તે વિદેશમાં હતી."

ઉલ્લેખનીય છે કે, કોહલીએ સૌથી વધુ બેવડી શતક ફટાકારવામાં સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સહેવાગને પાછળ છોડી દીધા છે.

કોહલી એ બેવડી સદી ફટાકરવા અંગે વાત ચીત કરતાં જણાવ્યું હતું કે, "ભારત માટે સૌથી વધુ બેવડી સદી ફટકારીને મને ઘણી ખુશી થાય છે. શરૂઆતમાં મોટો સ્કોર કરવા માટે સંઘર્ષ કરવો પડતો હતો. પણ જ્યારે હું કપ્તાન બન્યો ત્યારે હું મારા કરતા વધારે મારી ટીમ વિશે વિચારતો હતો. તે દરમિયાન હું મારી જાત પહેલા કરતા વધુ શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરતો હતો. જેનાથી મારી બલ્લેબાજીમાં સુધારો થયો હતો. "

શતક લગાવ્યા બાદ કોહલીએ જણાવ્યું હતું કે, "આ ઘણું મુશ્કેલ હતું, પણ ટીમ વિશે વિચારીને બેટીંગ કરો, ત્યારે ત્રણ-ચાર કલાકથી વધુ બેટીંગ કરી લેવાય છે. આ મેચ મારી માટે પડકારજનક હતી. પરંતુ, જ્યારે રવિન્દ્ર જાડેજા આવ્યો ત્યારે મારા માટે સ્કોર કરવો ઘણો સરળ થઈ ગયું હતું."

ABOUT THE AUTHOR

...view details