આ સાથે જ પાકિસ્તાનના ઇંજમામ ઉલ હક અને મોહમ્મદ યુસુફ, ભારતના સૌરવ ગાંગુલી અને સચિન તેંડુલકર, શ્રીલંકાના મહેલા જયવર્ધન અને થિલાન સમરવીરાની જોડીને પણ પાછળ છોડીને આગળનું સ્થાન પ્રાપ્ત કર્યુ છે.
કોહલી-રહાણેએ ટેસ્ટ ક્રિકેટમાં સર્જ્યો વધુ એક રેકોર્ડ - INDIA VS BANGLADESH
કોલકતા: ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને ઉપ કેપ્ટન અજિંક્ય રહાણેએ મળીને વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાનાર ટેસ્ટ મેચના બીજા દિવસે આ બંને બેટ્સમેને 4 વિકેટ માટે 99 રનની પાર્ટનરશીપ કરી હતી. તે સાથે જ બંનેએ ટેસ્ટમાં ચોથા વિકેટ માટેની પાર્ટનરશીપ સાથે સૌથી વધારે રન બનાવનારની યાદીમાં બીજુ સ્થાન પ્રાપ્ત કર્યુ છે.
કોહલી-રહાણેએ ટેસ્ટ ક્રિકેટમાં સર્જ્યો વધુ એક રેકોર્ડ
કોહલી અને રહાણે હવે માત્ર પાકિસ્તાનના મિસ્બાહ ઉલ હક અને યૂનિસ ખાનથી પાછળ છે. આ બંનેએ 42 મેચમાં 2763 રન બનાવ્યા છે. ઇજમામ અને યુસુફે 50 મેચમાં 2677 રન, ગાંગુલી અને સચિને 44 મેચમાં 2695 રન, જયવર્ધને અને સમારાવીરાએ 46 મેચમાં 2710 રન બનાવ્યા છે.