ક્રિકેટમાં પ્રવેશ બાદ ચહલ અને કુલદીપ યાદવની જોડીએ 159 વિકેટો લીધી છે અને ભારતને દક્ષિણ આફ્રિકા તથા ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સીરીઝમાં વિજય અપાવ્યો છે. ચહલનું માનવુ છે કે, આ જોડી વચ્ચે જે આત્મવિશ્વાસ છે તેણે સફળતા માટે મહત્ત્વનું યોગદાન આપ્યું છે.
ધોની પણ આપે છે સલાહ
ચહલે મંગળવારે એક વેબસાઈટ લોંચના કાર્યક્રમમાં કહ્યું કે, "અમે બંને એકબીજાને લાંબા સમયથી જાણીએ છીએ. અમે ભાગીદારીમાં બોલીંગ કરીએ છે. જો તે પહેલા બોલિંગ કરે તો મને જણાવી દે છે ક્યાં મારે ક્યા બોલ નાખવો અને હું તે કહે તેમ જ કરું છું. માહી ભાઈ (મહેન્દ્રસિંહ ધોની) પણ સલાહ આપે છે.અમે ક્યારેય તે વસ્તુ વિશે નથી વિચાર્યુ જે અમે કરી નથી શકતા, અમને જ્યારે પણ તક મળે છે ત્યારે જોખમ ઉઠાવીએ છે. "
ચહલે કહ્યું કે ડ્રેસિંગ રુમમાં અન્ય ખેલાડીઓનો અનુભવ અમારી જોડી માટે મહત્ત્વનો રહ્યો છે. તેમાં રવિચંદ્રન અશ્વિન અને રવીંન્દ્ર જાડેજાનો પણ સમાવેશ થાય છે. જેનો ચહલ અને કુલદીપના આવ્યા બાદ સિમિત ઓવરોની ટીમના સમાવેશ સફરમાં બ્રેક લાગી હતી. તેમણે કહ્યું "અમારી સરખામણી આ બંને સાથે કરવું યોગ્ય નથી. મેં અશ્વિન કરતા વધારે મેચ રમી નથી. જ્યારે જાડેજાએ મદદ કરવામાં પીછે હઠ કરી નથી. "