ગુજરાત

gujarat

ETV Bharat / sports

'હિટમેન' રોહિત શર્માએ રાંચીમાં બેવડી સદી ફટકારી સાથે આ રેકોર્ડ પણ બનાવ્યા - 'હિટમેન' રોહિત શર્માએ રાંચીમાં બેવડી સદી ફટકારી

હૈદરાબાદ: ભારતના હિટમેન ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધની ત્રીજી ટેસ્ટ મેચમાં બેવડી સદી ફટકારીને રેકોર્ડ વર્ષા કરી દીધી છે. તેમના કરિયરની આ પ્રથમ બેવડી સદી છે. રોહિતે 255 બોલમાં 212 રન બનાવ્યા જેમાં 28 ચોગ્ગા અને 6 છગ્ગા પણ સામેલ છે. રોહિત ભારતનો 24મો એવો બેટ્સમેન છે જેમણે બેવડી સદી ફટકારી છે.

ROHIT SHARMA

By

Published : Oct 20, 2019, 4:52 PM IST

રોહિતે આ સીરિઝમાં અત્યાર સુધી 132.25ની સરેરાશથી 4 ઇનિંગ્સમાં 529 રન બનાવ્યા છે. રોહિતે ટેસ્ટ અને વનડેમાં બેવડી સદી અને ટી-20 માં પણ સદી ફટકારી છે.

વનડે અને ટેસ્ટમાં સદી ફટકારનાર ચોથો બેટ્સમેન છે રોહિત

ભારતના વાઈસ કેપ્ટન રોહિત શર્મા દુનિયાના ચોથા બેટ્સમેન છે જેઓએ ટેસ્ટ અને વન-ડે બંનેમાં બેવડી સદી ફટકારી છે. તેમની સાથે આ લિસ્ટમાં સચિન તેંડુલકર, વીરેન્દ્ર સહેવાગ અને ક્રિસ ગેલ સામેલ છે.

'હિટમેન' રોહિત શર્મા

રોહિતે બનાવ્યો ટેસ્ટમાં સૌથી વધારે છગ્ગા લગાવવાનો રેકોર્ડ

સીરિઝમાં ઓપનર તરીકે 3 સદી ફટકારનાર તે ભારતનો બીજો બેટ્સમેન છે. રોહિતના નામે ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ સિક્સર લગાવવાનો રેકોર્ડ છે. તેણે આ સિરીઝમાં અત્યાર સુધીમાં 19 સિક્સર ફટકારી છે.

'હિટમેન' રોહિત શર્માએ રાંચીમાં બેવડી સદી ફટકારી કરી રેકોર્ડ વર્ષા

બીજી વખત લાગી છે એક સીરિઝમાં ત્રણ બેવડી સદી

આ સીરિઝમાં અત્યાર સુધી ત્રણેય મેચોમાં બેવડી સદી ફટકારાઈ છે. પ્રથમ ટેસ્ટમાં મયંક અગ્રવાલે 215, બીજામાં કોહલીએ 254* અને હવે રોહિતે 212 રન બનાવ્યા છે. આ બીજી વખત છે જ્યારે ભારતમાં કોઈ સીરિઝ દરમિયાન ત્રણેય મેચોમાં બેવડી સદી ફટકારાઈ છે. આ અગાઉ 1955/56 માં ન્યુઝીલેન્ડ સામે આવું બન્યું હતું.

ABOUT THE AUTHOR

...view details