નવી દિલ્હી: ભારતીય ટીમના વિકેટકીપર બેટસ્મેન અને કિંગ્સ ઈલેવન પંજાબ ટીમના કેપ્ટન લોકેશ રાહુલનું કહેવું છે કે, એક કેપ્ટન તરીકે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની મારા માટે પ્રરેણાસ્ત્રોત છે. રાહુલ પ્રથમ વખત આઈપીએલમાં પંજાબ ટીમનો કેપ્ટન રહ્યો છે. આ પહેલા તેમણે તેમના કરિયરમાં 2019માં ઈન્ડિયા માટે કેપ્ટનશીપ કરી હતી.
માહીના સંન્યાસ પર KL રાહુલની પ્રતિક્રિયા, કહ્યું- મારું દિલ તુટી ગયું... - Kl Rahul
કેએલ રાહુલે કહ્યું કે,MS ધોની કેપ્ટન તરીકે પ્રેરણાસ્ત્રોત રહ્યો છે. તેમની કેપ્ટનશીપમાં રમી મેં ધણું શીખ્યું છે.
રાહુલનું કહેવું છે કે, ભારતને 2 વખત વિશ્વ વિજેતા બનાવનાર કેપ્ટન ધોની તેમના માટે પ્રેરણાસ્ત્રોત છે. ધોનીએ 15 ઓગ્સ્ટના આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. રાહુલે કહ્યું કે, ધોની હંમેશા એક કેપ્ટનના રુપમાં મારો પ્રેરણાસ્ત્રોત રહ્યો છે. હું ભાગ્યશાળી છું કે, ધોનીના નેતૃત્વમાં રમવાની તક મળી. ધોની સિવાય રોહિત શર્મા પણ સારો કેપ્ટન છે અને વિરાટ કોહલી અભૂતપૂર્વ કેપ્ટન છે. મેં આ બધા લોકોમાંથી ધણું શીખ્યું છે. મને આશા છે કે, જ્યારે હું કેપ્ટનશીપ કરીશ તો આ બધી જ વસ્તુઓનો ઉપયોગ કરીશ."
ધોનીના સંન્યાસ લેવા પર રાહુલે કહ્યું કે, આ ધણી ચોંકાવનારી વાત હતી, સાચું કહું તો મારું દિલ તુટી ગયુ. મને આશા છે કે, જે પણ ખેલાડી તેમની સાથે રમશે તે ધોનીને યાદગાર વિદાય આપવા માંગશે અને આશા કરશે તે ફરી એક વખત રમશે. જેનાથી તેમને વિશેષ વિદાય આપવાની તક મળશે. રાહુલે કહ્યું કે, ધોની માટે શબ્દો ઓછા પડે છે. ઈન્સ્ટ્રાગ્રામ પર અથવા ટ્વિટર પર ધોનીના સંન્યાસ લેવા પર લખું તો મને લાગે છે કે, હું તેમના માટે શું લખું. ધોનીએ અનેક લોકોનું જીવન બદલ્યું છે. એ પછી મેદાનની અંદર હોય કે બહાર લોકો માટે પ્રેરણાસ્ત્રોત રહ્યો છે એ અભૂતપૂર્વ છે.