લંડનઃ કોરોના વાઇરસની વચ્ચે ક્રિકેટની શરૂઆત કરી ઇગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝે ઇતિહાસ બનાવ્યો હતો. ઇગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ(EBC) અને ક્રિકેટ વેસ્ટઇન્ડિઝને તેને સંભવ બનાવ્યું છે. પહેલા વેસ્ટ ઇન્ડિઝ ટીમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો અને બાદમાં તેઓ ઇગ્લેંડ પ્રવાસ માટે રવાના થયા હતા અને ત્યારબાદ ઇગ્લેંડના ક્રિકેટરોનો પણ બે વાર કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
8 જુલાઇના રોજ સાઉથંપ્ટનના રોજ બાઉલ સ્ટેડિયમમાં ત્રણ મેચોની ટેસ્ટ મેચના સીરીજની શરૂઆત થઇ હતી. ત્યારે કાઉંટીની ટીમ કેંટએ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને ટ્રોલ કરવાની શરૂઆત કરી હતી અને તેને ટ્વીટ કરી વિરાટની તુલના પોતાના ખેલાડી ડેનલી સાથે કરી હતી.