ગુજરાત

gujarat

ETV Bharat / sports

કોરોનાને હરાવવા માટે કર્ણાટક ક્રિકેટ એસોશિયેશન એક કરોડ રૂપિયા દાન આપશે

કોરોના વાઇરસને હરાવવા માટે કર્ણાટક ક્રિકેટ એસોશિયેશન એક કોરોડ રૂપિયાનુું દાન આપશે. જેમાં તે 50 લાખ રૂપિયા કેન્દ્ર સરકારને તેમજ 50 લાખ રૂપિયા રાજ્ય સરકારને આપશે.

etv bharat
કર્ણાટક ક્રિકેટ સંઘ

By

Published : Mar 29, 2020, 8:07 PM IST

બેંગ્લોરઃ કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોશિયેશને કોરોના વાઇરસને હરાવવા માટે એક કરોડ રૂપિયાની સહાય આપવાનું નક્કી કર્યું છે. કેએસસીએના પ્રવક્તાએ રવિવારે કહ્યું કે કોરોના મહામારીના વિરૂદ્ન દેશની લડાઇ માટે કેએસસીએ વડાપ્રધાન નાગરિક સહાય અને ઇમરજન્સી પરિસ્થિતિ રાહત ભંડોળમાં 50 લાખ અને કર્ણાટક સરકાર રાજ્ય રાહત ભંડોળમાં 50 લાખ આપવાની જાહેરાત કરી છે.

તેમજ તેઓએ કહ્યું કે આ દાન કેન્દ્ર અને રાજ્ય સરકારની આપત્તિ વ્યવસ્થાપન ક્ષમતાને મજબુત બનાવવા અને ભારતીય નાગરીકોની રક્ષા કરવા તેમજ કોરોનાથી લડવા માટે આપવામાં આવી રહ્યું છે, તેમજ અમે અન્ય જરૂરીયાતો માટે પણ સહયોગ આપવા તૈયાર છીએ.

ઉલ્લેખનિય છે કે બીસીસીઆઇએ શનિવારે 51 કરોડ રૂપિયાનુ દાન આપ્યું હતું. તેમજ કેએસસીએ સિવાય બંગાળ ક્રિકેટ એસોસિએશન, મુંબઇ ક્રિકેટ એસોસિએશન અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન જેવા અન્ય કેટલાક રાજ્ય સંગઠનોએ પણ સહાય આપી છે. એટલું જ નહીં પણ ઘણા ક્રિકેટરોએ પણ કોરોના વાઇરસ સામેની આ લડતમાં ફાળો આપ્યો છે. જેમાં સુરેશ રૈનાએ 52 લાખ રૂપિયા તેમજ સચિને 50 લાખનુ દાન આપ્યું છે.

નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્નારા 21 દિવસના લોકડાઉનની ઘોષણા બાદ કેટલાક લોકો કોરોના વાઇરસને હરાવવા માટે દાન આપી રહ્યાં છે. રતન ટાટાના ટાટા ટ્રસ્ટે આ મહામારીને હરાવવા માટે 500 કરોડ રૂપિયા દાન આપ્યું છે.

ABOUT THE AUTHOR

...view details