હૈદરાબાદઃ કારગિલ વિજય દિવસની 21મી વર્ષગાંઠ પર આજે સમગ્ર દેશ શહીદોને નમન કરી રહ્યો છે. કારગિલ યુદ્ધ, જેને ઑપરેશન વિજયના નામથી પણ ઓળખાય છે. ભારત અને પાકિસ્તાનની વચ્ચે મે-જુલાઈ 1999 વચ્ચે કાશ્મીરના કારગિલ ક્ષેત્રમાં થયેલા સશસ્ત્ર સંઘર્ષનું નામ છે.
પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પાર કરીને ભારતની જમીન પર કબ્જો કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ભારતીય સેનાએ પાકિસ્તાનના નાપાક ઇરાદાને ધ્વસ્ત કરતા તેને પાછળ જવા મજબૂર કર્યા હતા. આ યુદ્ધમાં ભારતીય સેનાના કેટલાય જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
ભારતના વીર જવાનોની શહાદતને યાદ કરતા ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ખેલાડીઓની સાથે-સાથે તમામ ખેલ જગતે વિજય દિવસના અવસર પર સોશિયલ મીડિયા પર સંદેશો લખ્યો હતો.
મહાન બૅટ્સમેન સચિન તેંડૂલકરે ટ્વીટ કર્યું કે, કારગિલ યુદ્ધ દરમિયાન આપણા રક્ષાબળોની બહાદુરી અને નિસ્વાર્થ બલિદાનની અગણિત કહાણીઓ છે, જેમણે આપણા રાષ્ટ્ર માટે લડતા પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હતા. આ બધું તેમણે આપણી સુરક્ષા માટે કર્યું છે. જય હિન્દ #KargilVijayDiwas"