ગુજરાત

gujarat

ETV Bharat / sports

કપિલ દેવે ક્રિકેટ એડવાઈઝરી કમિટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું - ક્રિકેટ એડવાઈઝરી કમિટિ

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવે ક્રિકેટ એડવાઈઝરી કમિટિ (CAC)ના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે. કપિલ દેવે પોતાના રાજીનામાનું કારણ જણાવ્યું નથી. કપિલ દેવે સુપ્રીમ કોર્ટ દ્વારા રચના કરાયેલી સંચાલકોની સમિતિ (CAO) અને બોર્ડ ઓફ કંટ્રોલ ક્રિકેટ ઇન ઈન્ડિયા (BCCI)ના CEO રાહુલ જોહરીને પોતાનું રાજીનામું ઈ મેલ કર્યુ હતું.

DEV

By

Published : Oct 3, 2019, 9:52 AM IST

BCCIના અધિકારી ડી.કે જૈને હિતોના ટકરાવ મામલામાં કપિલ દેવ, અંશુમાન ગાયકવાડ અને શાંતા ગરગાંસ્વામીને ક્રિકેટ એડવાઈઝરી કમિટીને નોટિસ મોકલ્યા બાદ CACના સભ્ય પદેથની રંગાસ્વામીએ રાજીનામું આપ્યું હતું. જૈને સમિતિના સદસ્યો પાસેથી 10 ઓક્ટોબર સુધીમાં જવાબ માગ્યો હતો. મધ્યપ્રદેશ ક્રિકેટ સંઘના સદસ્ય સંજીવ ગુપ્તાએ CACને હિતોના ટકરાવનો આરોપ લગાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, CACએ ગયા મહિને રવિ શાસ્ત્રીને ભારતીય ટીમના હેડ કોચ બનાવ્યા હતા. CACમાં કપિલ દેવ અને શાંતા રંગાસ્વામી ઉપરાંત અંશુમાન ગાયકવાડ પણ હતા. નોંધનીય છે કે, શાસ્ત્રીનો કાર્યકાળ 2021 સુધીનો છે.

આ વિવાદોના પગલે રંગાસ્વામી પછી કપિલ દેવે પણ એડવાઈઝરી કમિટિના અધ્યક્ષ પદ પરથી પોતાનું રાજીનામું ધરી દીધું હતું.

ABOUT THE AUTHOR

...view details