ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી કપિલ દેવ પોતાની પત્ની સાથે શ્રીનાજીના દર્શન કરવા નાથદ્વારા પહોંચ્યા હતા. જ્યાં મંદિર મંડળના અધિકારી સુધાકર શાસ્ત્રી સહિત તેમના પ્રશંસકોએ તેમનું ઉત્સાહભેર સ્વાગત કર્યુ હતું. મંદિરના દર્શન કરી કપિલ દેવે પ્રભુ શ્રીનાજીના ઇતિહાસ અને સેવા પ્રણાલી વિશેની જાણકારી મેળવી હતી. ત્યારબાદ તેઓ ઉદયપુર જવા રવાના થયા હતા.
ક્રિકેટર કપિલ દેવે પત્ની સાથે નાથદ્વારાના દર્શન કરી ધન્યતા અનુભવી - latest news of sports
નાથદ્વારાઃ ભારતના પહેલીવાર વિશ્વ ચેમ્પયિન બનાવનાર ક્રિકેટર કપિલ દેવ આજે પોતાની પત્ની સાથે નાથદ્વારા પહોંચ્યા હતાં. ત્યાં તેમણે પ્રભુ શ્રીનાથજીના દર્શન કરી ધન્યતા અભનુભવી હતી.
કપિલ દેવ
ઉલ્લેખનીય છે કે, કપિલ દેવ લાઈટીંગ કંપનીને લગતા કામને લઈ તેઓ છેલ્લા 3 દિવસી ઉદયપુરના પ્રવાસે છે. ત્યારે નાથદ્વારાની ગણેશ ટેકરી પર વિશ્વ સૌથી ઉચી શિવ પ્રતિમામાં પણ કપિલ દેવની કંપની દ્વારા લાઈટીંગનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. જેથી તેઓ નાથાદ્વારા પહોંચ્યા હતાં.