દુબઇ: આગામી મહિલા ટી 20 ચેલેન્જ 4થી 9 નવેમ્બર વચ્ચે યોજાશે. જેમાં વેલોસિટીના કેપ્ટન મિતાલી રાજે બુધવારે પોતાના સાથી ખેલાડીઓને ફક્ત બેઇઝિક્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. વિમેન્સ ટી 20 ચેલેન્જ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન 4થી 9 નવેમ્બર વચ્ચે દુબઇના શારજાહ સ્ટેડિયમ ખાતે થશે. આ ક્રિકેટ ટુર્નામેન્ટ ટ્રેઇલબ્લેઝર્સ, સુપરનોવાસ અને વેલોસિટી એમ ત્રણ ટીમ વચ્ચે યોજવામાં આવશે.
UAEમાં ઉતરતા સમયે ક્વોરેન્ટાઇન થયા હતા તમામ ખેલાડિઓ
ચેલેન્જમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓએ કોરોના વાઇરસ સામેની સાવચેતીના પગલા તરીકે UAEમાં ઉતરતા સમયે ક્વોરેન્ટાઇન થયું પડ્યું હતું. મિતાલીએ જણાવ્યું કે, દરેક ખેલાડીઓએ બેઇઝિક્સ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, કારણ કે લાંબા સમય બાદ ક્રિકેટ રમવાનું એ સરળ કામ નથી.
ફક્ત તમારા બેઇઝિક્સ પર ધ્યાન કેન્દ્રીત કરો
મિતાલીએ જણાવ્યું કે, અમે અહીં કોઈને જજ કરવા માટે આવ્યા નથી, આપણે બધા ક્વોરેન્ટાઇન પિરિયડ પૂર્ણ કરીને આવ્યા છીએ. ફક્ત તમારા બેઇઝિક્સ પર ધ્યાન કેન્દ્રીત કરો. પ્રથમ બે દિવસ તમારી મૂળ બાબતો પર કામ કરો, એકવાર ફ્લો આવી જશે ત્યાર બાદ સરળતાથી રમી શકશો. પોતાની જાતને સારી રીતે હાઇડ્રેટ કરો. IPLના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરેલા વીડિયોમાં મિતાલીએ તેના સાથી ખેલાડીઓને જણાવ્યું કે, તમે વીસ મિનિટ સુધી ટ્રેઇન કરો. પોતાની જાતને વધારે સ્ટેસ લાદવાનો પ્રયાસ ન કરો.
ત્રણેય ટીમો માટેની ટીમ નીચે મુજબ