મૈનચેસ્ટર : ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમને વિન્ડીઝ વિરુદ્ધ બીજા ટેસ્ટ મેચ પહેલા મોટો ઝટકો લાગ્યો છે. ઈંગ્લેન્ડ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર બીજા ટેસ્ટ મેચ બહાર થયો છે. આપને જણાવી દઈએ કે, આર્ચરે કોરોના વાઈરસની મહામારીથી બચવા માટે બનાવેલા બાયો-સિક્યોર પ્રોટોકૉલને તોડ્યો છે. આ કારણે જોફ્રા આર્ચર ટીમમાંથી બહાર થયો છે.
ENDvsWI: બીજી ટેસ્ટ પહેલા ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમને મોટો ઝટકો, જોફ્રા આર્ચર ટીમમાંથી આઉટ - latestgujaratinews
વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બીજી મેચ પહેલા ઈંગ્લેન્ડને ઝટકો લાગ્યો છે. જોફ્રા આર્ચર આજથી માન્ચેસ્ટરમાં શરૂ થનારી બીજી ટેસ્ટમાંથી બહાર થયો છે. આર્ચરે કોવિડ-19ને રોકવા માટે બનાવવામાં આવેલા બાયો સિક્યોરિટી પ્રોટોકોલનો ભંગ કર્યો છે.
ભારતીય સમયનુસાર ENDvsWI મેચ બપોરના 3.30 કલાકે મૈનચેસ્ટરના ઓલ્ડ ટ્રૈફર્ડ મેદાન પર રમાશે. મેચ શરૂ થવાના કેટલાક કલાકો પહેલા જોફ્રા આર્ચરને બીજી ટેસ્ટમાંથી બહાર કરવામાં આવ્યો છે. જોફ્રા આર્ચરને પાંચ દિવસ આઈસોલેશનમાં રહેવું પડશે. આ દરમિયાન તેમને 2 કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ આવશે તો જ તે ફરી ટીમમાં સ્થાન લઈ શકશે.
ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના જણાવ્યા અનુસાર આર્ચર હવે 5 દિવસ આઈસોલેશમાં રહેશે. તેમજ 2 કોવિડ-19 ટેસ્ટ કરવાનો રહેશે. જોફ્રા આર્ચરે તેમની ભુલ બદલ માફી પણ માંગી છે પરંતુ બોર્ડે નિયમ બનાવ્યો છે. તે અનુસાર ટીમમાંથી બહાર થયો છે.