ગુજરાત

gujarat

ETV Bharat / sports

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે કર્યા લગ્ન - BCCI

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે આજે સોમવારે ગોવામાં સંજના ગણેશન સાથે લગ્ન કર્યા છે. બુમરાહ અને સંજનાએ એક પ્રાઈવેટ ફંક્શનમાં પોતાના રિશ્તેદારો અને દોસ્તોની ઉપસ્થિતિમાં લગ્ન કર્યા છે.

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે કર્યા લગ્ન
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે કર્યા લગ્ન

By

Published : Mar 15, 2021, 5:45 PM IST

Updated : Mar 15, 2021, 7:43 PM IST

  • ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે કર્યા લગ્ન
  • બુમરાહે સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે લગ્ન કર્યા
  • ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચમાંથી બુમરાહે પોતાનું નામ પાછુ ખેંચાવ્યું હતું

હૈદરાબાદઃ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે આજે સોમવારે એક પ્રાઈવેટ ફંક્શનમાં સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે લગ્ન કરી લીધા છે. કોરોના મહામારીને લઈને બુમરાહ અને સંજનાના લગ્નમાં ફક્ત તેના ખુબ નજીકના લોકો જ જોડાયા હતા.

બુમરાહે BCCI પાસે વ્યક્તિગત કારણોને લઈને માગી હતી રજા

બુમરાહે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરીઝ દરમિયાન ચોથી ટેસ્ટ મેચમાંથી બુમરાહે પોતાનું નામ પાછુ ખેંચી લીધુ હતું. બુમરાહે BCCI પાસે વ્યક્તિગત કારણોને લઈને રજાની માગ કરી હતી, જેને સ્વિકારવામાં આવી હતી. જોકે, ત્યારબાદ થોડા દિવસોમાં ખબર પડી કે બુમરાહ લગ્ન કરી રહ્યા છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની T-20 સીરીઝમાં પણ જસપ્રિત બુમરાહનો સમાવેશ કરાયો નથી.

આ પણ વાંચોઃ ક્રિકેટર જયદેવ ઉનડકટે રીની સાથે પ્રભુતામાં પગલા માંડ્યા

કોણ છે સંજના ગણેશન?

28 વર્ષની સંજના ગણેશન સ્પોર્ટ્સ એન્કર છે. છેલ્લા કેટલાક સમયથી તેણે કેટલીય ટૂર્નામેન્ટોમાં ભાગ લીધો છે. IPLમાં પણ તે એન્કરીંગ કરતી જોવા મળી હતી. સંજના ICC વિશ્વ કપ 2019 તેમજ IPLને પણ હોસ્ટ કરી ચૂંકી છે. આ ઉપરાંત સંજના IPLની ગત સિઝનમાં કોલકતા નાઈટ રાઈડર્સના ફેન શોની હોસ્ટ હતી. સંજનાએ 2013માં ફેમિના ગાર્જિયસનો ખિતાબ જીત્યો હતો.

Last Updated : Mar 15, 2021, 7:43 PM IST

ABOUT THE AUTHOR

...view details