ગુજરાત

gujarat

ETV Bharat / sports

IND vs WI: બુમરાહની હેટ્રિક, વેસ્ટ ઇન્ડિઝની 87 રને 7 વિકેટ - hat trick

કિંગ્સ્ટન: વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટમાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે હેટ્રિક ઝડપી છે. બુમરાહે પોતાની ચૌથી ઓવરમાં વિન્ડીઝના ટોપ આર્ડરનો સફાયો કર્યો હતો. ભારત પ્રથમ ઈનિંગમાં હનુમા વિહારીની શાનદાર સદીના મદદથી 417 રન કર્યા હતાં. વિન્ડીઝે 87 રનમાં 7 વિકેટ ગુમાવી છે. બુમરાહ ટેસ્ટમાં હેટ્રિક લેનાર ત્રીજો ભારતીય બોલર બની ગયો છે.

bumrah

By

Published : Sep 1, 2019, 4:43 AM IST

બુમરાહે જોન કેમ્પબેલ, ડેરેન બ્રાવો અને રોસ્ટન ચેઝને આઉટ કરીને હેટ્રિક લીધી હતી. તેણે પોતાના ટેસ્ટ કરિયરમાં પાંચમી વાર પાંચ વિકેટ લીધી છે. હરભજન સિંહે 2001માં કોલકાતા ટેસ્ટ મેચમાં ઓસ્ટેલિયાની બીજી ઈનિંગમાં હેટ્રિક લીધી હતી. ઈરફાન પઠાણે 2006માં પાકિસ્તાનની સામે કરાચી ટેસ્ટ મેચમાં હેટ્રિક ઝડપી હતી.

નોંધનીય છે કે, ભારતીય ટીમની પ્રથમ ઈનિંગમાં 416 રને ઓલઆઉટ થઈ હતી. હનુમા વિહારી શાનદાર બેટિંગ કરતા સદી ફટકારી હતી. વિહારીની ટેસ્ટમાં પ્રથમ સદી છે. વિહારીએ ઈશાંત શર્માની સાથે આઠમી વિકેટ માટે 112 ભાગીદારી કરી હતી. ઈશાંત શર્માએ 57 રન બનાવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, ભારતના 416 રનના જવાબમાં વિન્ડીઝે 87 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી છે. વેસ્ટ ઇન્ડિઝ ભારત કરતા 329 રન પાછળ છે.

ABOUT THE AUTHOR

...view details