હૈદરાબાદ: વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરે કહ્યું કે તેમની ટીમ અને ઇંગ્લેન્ડના ખેલાડીઓ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ પહેલા બ્લેક લાઇવ્સ મેટર (બીએલએમ) અભિયાન માટે સમર્થન બતાવવુ ખૂબ મહત્વનું છે. માઇકલ હોલ્ડિંગના જાતિવાદના દમદાર ભાષણે તેમને ખૂબ ભાવનાત્મક કરી દીધા હતા. બન્ને ટીમે બુધવારે મેચ શરૂ થવાના પહેલાં 30 સેકન્ડ સુધી એક ઘૂંટણ પર બેસીને બીએલએમ અભિયાન માટે પોતાનું સમર્થન દર્શાવ્યું હતું.
જાતિવાદના ભાષણ માટે જેસન હોલ્ડરે માઇકલ હોલ્ડિંગનો આભાર વ્યકત કર્યો - માઇકલ હોલ્ડિંગે દમદાર જાતિવાદ ભાષણ આપ્યુ
જાતિવાદના ભાષણ માટે જેસન હોલ્ડરે માઇકલ હોલ્ડિંગનો આભાર વ્યકત કર્યો હતો.
હોલ્ડરે ગુરુવારે કહ્યું, " મારા માટે વિશ્વનો આજ મતલબ છે. દરેક લોકોનું સમર્થન મળી રહ્યું છે. દરેક જણ આ તકને સમજી રહ્યા છે. આવી સ્થિતિમાં બંને ટીમોને એક સાથે મળીને સમર્થન આપવું એ ખરેખર ખૂબ જ સારો સંદેશ છે."
તેણે કહ્યું." હું સોશિયલ મીડિયા પર જોઇ રહ્યો હતો અને મે જોયુ કે કેટલાક ઓસ્ટ્રેલિયન ક્રકેટરોએ એ જ ફોટો નાખ્યો હતો. દરેક લોકો ઘુંટણ પર બેઠા હતા અને આનાથી ખબર પડે છે કે ક્રિકેટ જગત ખરેખરમાં એકજુટ છે. મને લાગે છે કે અમે હજી નજીક આવી શકીએ છીએ અમે ક્રિકેટ માટે ઘણું બધુ કરી શકીએ છીએ."