ગુજરાત

gujarat

ETV Bharat / sports

મહિલા T-20 ચેલેન્જની મેજબાની કરશે જયપુર, આ વખતે 4 ટીમ વચ્ચે થશે ટક્કર - મહિલા T-20 ચેલેન્જના તાજા સમાચાર

જય શાહે જણાવ્યું કે, મહિલા T-20 ચેલેન્જના ત્રીજા તબક્કામાં ટીમ 4ને જોડવામાં આવશે. જેથી 2020 સત્રમાં કુલ 7 મૅચ થશે.

ETV BHARAT
મહિલા T-20 ચેલેન્જની મેજબાની કરશે જયપુર, આ વખતે 4 ટીમ વચ્ચે થશે ટક્કર

By

Published : Mar 1, 2020, 7:53 PM IST

નવી દિલ્હીઃ BCCIએ જાહેરાત કરી છે કે, મહિલા T-20 ચેલેન્જના ત્રીજા તબક્કામાં મેજબાની જયપુર કરશે. જેમાં એક વધારાની ટીમ સામેલ થશે.

BCCIના સચિવ જય શાહે જણાવ્યું કે, મહિલાની રમતને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાના ભાગ રૂપે BCCIને 2020ની મહિલા T-20 ચેલેન્જની જાહેરાત કરવામાં ખુશી મળી રહીં છે.

તેમણે કહ્યું કે, આ તબક્કામાં ટૂર્નામેન્ટમાં ચોથી ટીમને જોડવામાં આવશે. જેથી 2020 સત્રમાં કુલ 7 મૅચ હશે. જેને સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં IPL પ્લેઑફના અઠવાડીયામાં રમાડવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, 2018માં આ ટૂર્નામૅન્ટની શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ માત્ર 1 મૅચ રમાડવામાં આતી હતી. 2019માં 3 ટીમોની ટૂર્નામૅન્ટ કરવામાં આવી હતી. જેમાં, વેલોસિટી, ટ્રેલબ્લેજર્સ અને સુપરનોવાસ નામની ટીમે ભાગ લીધો હતો.

ગત વર્ષે 3 ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર, મિતાલી રાજ અને સ્મૃતિ મંધાના હતી. ગત વર્ષે ફાઈનલમાં સુપરનોવાએ વેલોસિટીને 4 વિકેટે માત આપી હતી.

ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)નું 13મુ સીઝન 29 માર્ચથી 24 મે સુધીનું છે. ટૂર્નામૅન્ટનો પ્રથમ મૅચ મુંબઈ અને ચેન્નઈ વચ્ચે રમવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details