બેંગ્લોર: પૂર્વ ભારતીય કેપ્ટન અનિલ કુંબલેએ શનિવારે એક નિવેદનમાં જણાવ્યું કે, આપણે કોરોના વાઈરસના રોગચાળોને એક ટેસ્ટ મેચની જેમ લેવો જોઈએ. સમગ્ર દેશને કોરોના વાઈરસ સામે એકજૂથ થઈને લડવું પડશે. અને તેની સામે જીતવું પડશે. પૂર્વ લેગ સ્પિનર કુંબલેએ તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરીને આ બાબતે વાત કરી હતી.
ટેસ્ટ ક્રિકેટમાં બે ઈનિંગ્સ હોય છે
કુંબલેએ આ વીડિયોમાં કહ્યું કે, જો આપણે આ કોરોનો વાઈરસ રોગચાળા સામે લડવું છે, તો આપણે આખા દેશને એક કરવો પડશે. કોરોના વાઈરસ એક ટેસ્ટ મેચ જેવો છે. ક્રિકેટ ટેસ્ટ મેચ 5 દિવસની હોય છે. પણ આ લડાઈ તેનાથી લાંબી છે.
ટેસ્ટ ક્રિકેટમાં બે ઈનિંગ્સ હોય છે, પરંતુ આ લડાઈમાં વધારે હોઈ શકે છે. તેથી ખુશ ન થાઓ કે, પહેલી ઈનિંગ્સમાં આપણી પાસે લીડ હતી. કારણ કે, બીજી ઈનિંગ્સમાં આપણા માટે ખરેખર તેની સામે લડવું અઘરું બની શકે છે.