નવી દિલ્હી: ટેસ્ટમાં નંબર 6 બેટ્સમેન હનુમા વિહારીનો પાંચમાં બોલર તરીકે ઉપયોગ કરવામાં આવશે. જ્યારે જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ઈશાંત ત્રણ ફાસ્ટ બોલર સાથે ભારત મેદાનમાં ઉતરશે. રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજાના ઓલરાઉન્ડર કૌશલને નજર અંદાજ ન કરી શકાય. શુક્રવારથી વેલિંગ્ટનમાં ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે પ્રથમ ટેસ્ટ રમાશે.
IND vs NZ: કોહલી આપ્યા સંકેત, પ્રથમ ટેસ્ટમાં આ ખેલાડીઓ સાથે ઉતરશે ભારત - વિરાટ કોહલી
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ બુધવારે સંકેત આપ્યાં કે, સીનિયર સ્ટાર બોલર ઈશાંત શર્મા અને યુવા ઓપનર પૃથ્વી શો ન્યૂઝીલેન્ડની સામે પ્રથમ ટેસ્ટ મેચમાં રમશે. બુધવારે ભારત નેટ પ્રેક્ટિસ પર ધ્યાન આપશે.
IND
કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ઈશાંત શર્માએ ન્યૂઝીલેન્ડમાં ટેસ્ટ ક્રિકેટ રમી છે. તેમના અનુભવનો ઉપયોગ થશે. કોહલીએ સંકેત આપ્યાં કે, શુભમન ગિલને હજી રાહ જોવી પડશે.
ઓપનર: મયંક અગ્રવાલ અને પૃથ્વી શો, મેડલ ઓડર: ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંકય રહાણે, હનુમા, વિકેટકીપર: સહા, સ્પિનર / ઓલરાઉન્ડર અશ્વિન, જાડેજા ફાસ્ટ બોલર: જસપ્રીમ બુમરાહ, મોહમ્મદ શમી અને ઈશાંત શર્મા