ગુજરાત

gujarat

ETV Bharat / sports

ગંભીર બાદ ઈરફાને પણ ફટાકડા ફોડનારાને લીધા આડે હાથ, કહી આ વાત...

ઇરફાન પઠાણે ટ્વીટર પર લખ્યું કે, લોકોએ ફટાકડા ફોડ્યા તે પહેલા બધું સારૂં હતું. જો કે, યૂઝર્સે ત્યારબાદ તેમને ધર્મના નામે ટ્રોલ કરવા શરૂ કરી દીધા હતા.

ETV BHARAT
ગંભીર બાદ ઈરફોને પણ ફટાકડા ફોડનારાને લીધા આડે હાથ, કહી આ વાત...

By

Published : Apr 7, 2020, 7:18 PM IST

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાત્રિના 9 વાગ્યે 9 મીનિટ સુધી લાઈટ બંધ રાખીને દીપક પ્રગટાવવા આહ્વાન કર્યું હતું. જેને તમામ લોકોએ સમર્થન કર્યું હતું.

જો કે, PMએ માત્ર દીપક, મીણબત્તી અથવા ટોર્ચ કરવાની અપીલ કરી હતી. પરંતુ અમૂક લોકોએે ફટાકડા પણ ફોડ્યા હતા. જેનો ઘણા લોકોએ વિરોધ કર્યો હતો.

માત્ર સામાન્ય લોકો જ નહીં વિભૂતિઓએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી ફટાકડા ફોડવાને અયોગ્ય ગણાવ્યું હતું. આમાં પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર બાદ ઈરફાન પઠાણનું નામ જોડાયું છે. પઠાણે ફટાકડાને લઇને એક ટ્વીટ કર્યું, પરંતુ યૂઝર્સ તેમને જ ટ્રોલ કરવા લાગ્યા હતા.

પઠાણે ટ્વીટર પણ લખ્યું હતું, લોકોએ ફટાકડા ફોડ્યા તે પહેલા બધું સારૂં હતું.

જો કે, યૂઝર્સે ત્યારબાદ તેમને ધર્મના નામે ટ્રોલ કરવા શરૂ કરી દીધા હતા. થોડા લોકોએ તો ખરાબ કોમેન્ટ્સ પણ કરી હતી.

આ અગાઉ પૂર્વ ભારતીય સલામી બેટ્સમેન અને ભાજપ સાંસદ ગૌતમ ગંભીરે પણ ફટાકડા ફોડનારા લોકોને આડે હાથ લીધા હતા.

ABOUT THE AUTHOR

...view details