ગુજરાત

gujarat

ETV Bharat / sports

19 સપ્ટેમ્બરથી IPL 2020 શરૂ થશે, 8 નવેમ્બરે ફાઈનલ રમાશે : BCCI સૂત્રો - T-20 વિશ્વકપ

કોરોના મહામારી વચ્ચે ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર આવ્યા છે. IPL 2020ને લીલી ઝંડી મળી છે. IPL ઈન્ડિયન પ્રીમિયર લીગને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો અનુસાર ઈન્ડિયન પ્રીમિયર લીગ 19 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 8 નવેમ્બરે ફાઇનલ રમાશે.

IPL
IPL

By

Published : Jul 24, 2020, 8:33 AM IST

નવી દિલ્હી : કોરોના મહામારી વચ્ચે ક્રિકેટ પ્રેમીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. અંતે તેમની આ ઈચ્છા પુરી થશે. દુનિયાની સૌથી મોટી લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગનો શંખનાદની તારીખનું એલાન જાહેર થયું છે. આઈપીએલ દેશ બહાર UAEમાં 19 (શનિવાર)સપ્ટેમ્બરથી શરુ થશે અને 8 (રવિવાર)નવેમ્બરે ફાઈનલ મેચ રમાશે. BCCI (Board of Control for Cricket in India)ના સુત્રોએ માહિતી PTIને આપી હતી.

આઈપીએલ સંચાલન પરિષદની આગામી સપ્તાહે બેઠક યોજાશે. આ બેઠકમાં તેને અંતિમ રૂપ આપવાની સાથે કાર્યક્રમને મંજૂરી આપવામાં આવશે. ભારતીય ક્રિકેટ બોર્ડ BCCIએ પોતાની યોજનાથી ફ્રેન્ચાઇઝીને માહિતગાર કરી દીધી છે.

BCCIના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, IPL (Indian Premier League)2020 19 સપ્ટેમ્બર થી શરૂ થવાની પુરી સંભાવના છે. ફાઇનલ 8 નવેમ્બરના રમાશે. આ સંપુર્ણ કાર્યક્રમ 51 દિવસ સુધી ચાલશે.આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે (BCCI) ઓક્ટોબર નવેમ્બરમાં રમાનાર T-20 વિશ્વકપને સ્થગિત કરવાના નિર્ણય બાદ IPL નું આયોજન સંભવ થયું છે.

એવી અટકળો ચાલી રહી હતી કે, IPL 26 સપ્ટેમ્બરથી શરૂ થશે, પરંતુ BCCI એક સપ્તાહ પહેલા શરૂ કરવા ઈચ્છે છે, કારણ કે, ભારતીય ટીમના ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર અસર ન પડે. અધિકારીએ કહ્યુ, ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સરકારના નિયમો અનુસાર ત્યાં પહોંચવા પર 14 દિવસ સુધી ક્વોરેન્ટાઇન રહેવું પડશે. જેથી મુશ્કેલી થઈ શકે છે.

ABOUT THE AUTHOR

...view details