હૈદરાબાદ: કોરોના વાયરસનો દુનિયામાં કહેર છે. જેની અસર સૌથી વધારે રમત પર પડી રહી છે. દુનિયામાં રમતની મોટી ટુર્નામેન્ટ રદ કરવામાં આવી રહી છે. બેડમિન્ટથી લઇને ટેનિસ સુધી બધી રમતો આ વાયરસને કારણે પ્રભાવિત થઈ છે.
કોરોના વાયરસના કારણે NBA (નેશનલ બાસ્કેટ બોલ એસોશિએશન)નો એક ખેલાડી કોરોનાનો ચેપગ્રસ્ત હોવાના કારણે NBAને રદ કરવામાં આવી છે. આવામાં બધા ભારતીય ફેન્સને આશા છે કે, IPL યોજાય. પરંતુ રાજ્ય સરકારો પોતાના તરફથી કેન્દ્ર સરકારને પત્ર લખીને કહ્યું છે કે, IPLને રદ કરવા માટે પગલાં ભરવામાં આવે.
જો IPL રદ થાય તો, ભારતીય ક્રિકેટ પર શું અસર થશે?
IPL 2020 ફક્ત એક ટુર્નામેન્ટ નથી, પરંતુ ઓસ્ટ્રેલિયામાં યોજાનારી T-20 વિશ્વકપ માટે ભારતીય ટીમ માટે એક અંતિમ પ્રેકટિસ તરીકે છે. જો સૌથી મોટા સવાલ ઉઠે છે કે, કોરોના વાયરસના કારણે IPLનું આયોજન ન થાય તો, મહેન્દ્ર સિંહ ધોનીના કરિયરને લઇને ઘણા સવાલો ઉભા થશે. સવાલ છે કે, ધોની માટે ભારતીય ટીમમાં વાપસી કરવા માટે IPL એક માત્ર વિકલ્પ છે.
ઉલ્લેખનીય છે કે, ધોની છેલ્લે ભારતીય ટીમ માટે વિશ્વકપ 2019ની સેમીફાઈનલમાં ક્રિકેટ રમ્યો હતો. જે બાદ ધોનીએ કોઇ અંતરરાષ્ટ્રીય મેચ નથી રમી. ધોનીએ ટીમમાં વાપસી કરવા માટે 8 મહિના સુધી ડોમેસ્ટીક ક્રિકેટ પણ નથી રમી. ઉલ્લેખનીય છે કે, IPLને 15 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવી છે.