નવી દિલ્હી: કોરોના વાઈરસને કારણે IPL 15 એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવી છે, પરંતુ કોરોનાના કહેર વચ્ચે IPLની શરૂઆતની તારીખ લંબાવાઈ શકે છે. BCCI હવે ઓક્ટોબર-નવેમ્બરમાં IPLનું આયોજન કરવાનું વિચારી રહી છે, પરંતુ આવું ત્યારે જ શક્ય જ્યારે ચાલુ વર્ષે યોજાનારા ICC T-20 વર્લ્ડકપને મુલતવી રાખવામાં આવે.
આ અંગે BCCIના એક અધિકારીએ કહ્યું કે, બોર્ડ ઓક્ટોબર-નવેમ્બરમાં IPL યોજવાનું વિચારી રહી છે, પરંતુ આ ત્યારે જ શક્ય છે જ્યારે T-20 વર્લ્ડકપ મુલતવી રાખવામાં આવે. કોરોના વાઈરસને પગલે ઓસ્ટ્રેલિયાએ છ મહિના સુધી સરહદો બંધ કરી છે.