કોલકત્તામાં 19 ડિસેમ્બરના રોજ આઇપીએલ ઓક્શન થનાર છે, તેના માટે 332 ખેલાડીઓને પોતાનું નામ રજીસ્ટર કરાવ્યું છે, જેમાંના 73 ખેલાડીઓને આઇપીએલની 8 ફ્રેંચાઇજીમાં જગ્યા મળી શકે છે.
આઇપીએલ એક એવુ મંચ છે જ્યા નવા ક્રિકેટરોને મોકો મળે છે. જયદેવ ઉનાદકડ, વરૂણ ચક્રવર્તી અને પવન નેગી જેવા ખેલાડીઓ આઇપીએલથી જ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આવ્યા છે. હવે જાણો એવા પાંચ ખેલાડીઓને જેની બેસ પ્રાઇઝ ઓછી છે, પણ તેમના પર મોટા દાવ લાગી શકે છે.
1. હનુમા વિહારી (50 લાખ)
સ્ટાર ઓલરાઉન્ડર હનુમા વિહારીએ ભારતીય ટીમમાં પોતાની જગ્યા પાક્કી કરી છે, તેમ છતા તેને ઓછી ઓવરની ક્રિકેટમાં પોતાની જગ્યા બનાવવાની બાકી છે. છેલ્લા વર્ષમાં તેને દિલ્હી કેપટલ્સએ 2 કરોડમાં ખરીદ્યો હતો, પણ ફક્ત 2 મેચ જ રમવા મળી હતી. વિહારીએ વેસ્ટ ઇન્ડિયા વિરૂદ્ધ ટેસ્ટમાં શતક લગાવ્યું હતું, જ્યારે લોકલ મેચમાં તેને 32 બોલમાં 46 રન બનાવ્યા હતા.
2. પ્રિયમ ગર્ગ (20 લાખ)
અંડર-19 ક્રિકેટ ટીમમાં કેપ્ટન પ્રિયમ ગર્ગ પર મોટા ભાગની ટીમો બોલી લગાવવાની ઇચ્છા ધરાવશે, તેને ઉત્તર પ્રદેશ ટીમમાં પોતાનું સ્થાન મેળવી લીધું છે, પ્રિયમના નામે ફર્સ્ટ ક્લાસમાં બેવડી સદી લગાવી છે. તેના નામે 800થી પણ વધારે રન છે. તેને પોતાના ડેબ્યું મેચમાં ગોવા વિરૂદ્ધ શતક લગાવ્યું હતું.
3. વિરાટ સિંહ (20 લાખ)
14 વર્ષની ઉંમરમાં વિરાટ સિંહએ ઝારખંડ માટે ડેબ્યું કર્યું હતું. તેઓ ટોપ ઓર્ડરના બેટ્સમેન છે. વિરાટ સિંહએ લોકલ ક્રિકેટમાં 57.16ની સરેરાશથી 343 રન બનાવ્યા હતા.
4. યશસ્વી જયસવાલ (20 લાખ)
મુંબઇના બેટ્સમેન યશસ્વી જયસવાલ લિસ્ટ એના મેચમાં બેવડી સદી ફટકારનાર સૌથી યુવાન ખેલાડી છે. તેમની આ રમતના કારણે ફ્રેંચાઇજીની નજર તેમના પર છે. વિજય હજારે ટ્રોફીમાં આ સીજનમાં તેને 25 છક્કા લગાવ્યા હતા.
5. જલજ સક્સેના (30 લાખ)
લગભગ દરેક ફ્રેચાંઇજીની આ ખેલાડીની શોધમાં હશે, જે બોલીંગ પણ કરી શકે છે અને મોટા શોટ્સ પણ મારી શકે છે, આ રોલ માટે જલજ સક્સેના પરફેક્ટ છે, ગયા વર્ષ દિલ્હી કેપીટલ્સએ તેને ખરીદ્યો હતો.