- ખેલાડીઓ પ્રેક્ટિસ શરૂ કરતા પહેલા એક અઠવાડિયા માટે ક્વોન્ટાઇન રહેશે
- ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે 10 એપ્રિલે વાનખેડેમાં મેચ થશે
- ગયા વર્ષે મુંબઈ ઈન્ડિયન્સે ફાઈનલમાં દિલ્હીને હરાવીને 5મી વખત ટાઇટલ જીત્યું હતું
નવી દિલ્હી: સ્પિનર રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, બેટ્સમેન શિમરોન હેત્માયર અને ઑલરાઉન્ડર ક્રિસ વોકસ મુંબઇમાં દિલ્હી કેપિટલ્સ ટીમની હોટેલ પહોંચી ગયા છે. આ ખેલાડીઓ પ્રેક્ટિસ શરૂ કરતા પહેલા એક અઠવાડિયા માટે ક્વોન્ટાઇન રહેશે.
આ પણ વાંચો:શ્રેયસ ઐયર ઈજાના કારણે ઈંગ્લેન્ડ સામેની બાકીની 2 વન-ડે મેચમાંથી થયો બહાર
10 એપ્રિલના રોજ વાનખેડે સ્ટેડિયમમાં મેચ
દિલ્હીનો IPL 2021માં ત્રણ વખતના ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 10 એપ્રિલના રોજ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. અશ્વિન અને અક્ષરે તાજેતરમાં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. અશ્વિને આ સિરીઝમાં સૌથી વધુ 32 વિકેટ ઝડપી હતી. જ્યારે, ઇંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટ મેચમાં અક્ષરે કુલ 27 વિકેટ ઝડપી હતી.