ગુજરાત

gujarat

ETV Bharat / sports

IPL પર 'કોરોના ઈફેક્ટ': BCCIનો મોટો નિર્ણય, 15 એપ્રિલ સુધી IPL સ્થગિત - કોરોના ઈફેક્ટ ન્યૂઝ

કોરોના વાયરસના કારણે IPL (ઈન્ડિયન પ્રીમિયર લીગ) 15 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવી છે. IPL-2020ને 15 એપ્રિલ સુધી કોરોના વાયરસના કારણે ટાળી દેવામાં આવી છે. નક્કી કરેલા IPLના કાર્યક્રમ મુંજબ 29 માર્ચે IPL શરુ થવાની હતી. પરંતુ ટીમના માલિકોએ સૂચન કર્યું હતું કે, કોરોના વાયરસના કારણે IPLને કેટલાક અઠવાડીયા માટે સ્થગિત કરવામાં આવે. જે બાદ (BCCI બોર્ડ ઓફ કન્ટ્રોલ ક્રિકેટ ઈન ઈન્ડિયા) એ આ મોટો નિર્ણય લીધો છે.

IPL
કોરોના

By

Published : Mar 13, 2020, 3:10 PM IST

Updated : Mar 13, 2020, 3:38 PM IST

મુંબઈ: WHOએ કોરોના વાયરસને મહામારી જાહરે કરી છે. ભારતે 15 એપ્રિલ સુધી વિઝા પર પ્રતિબંધ લગાવી દીધો છે અને જેથી વિદેશ ખેલાડી માટે IPL માટે સામેલ થવું અસંભવ હતું. આ અગાઉ ફ્રેન્ચાઇઝીએ કહ્યું હતું કે, બંધ બારણે રમત માટે તૈયાર છે. પરંતુ વિદેશ ખેલાડીઓ વિના ટુર્નામેન્ટ નહીં રમાય.

ઉલ્લેખનીય છે કે, IPLને હિટ ટુર્નામેન્ટ માનવામાં આવે છે. જેનાથી કરોડો રુપિયાને આવક થાય છે. IPLને સ્થગિત કરવાથી વિદેશી ખેલાડી ટુર્નામેન્ટની શરુઆતમાં લીગમાં સામેલ થવાની તક મળશે.

15 એપ્રિલ સુધી IPL સ્થગિત

IPL (ઈન્ડિયન પ્રીમિયર લીગ) ગર્વર્નિંગ બેઠક 14 માર્ચે થશે. જો bcci પહેલા જ સાઉથ આફ્રિકા વન ડે સીરિઝ માટે બાકીની મેચ દર્શકો વિના ખાલી સ્ટેડિયમમાં રમાશે.

રમત પર કોરોના ઈફેક્ટ

દિલ્હીના ઉપ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયાએ શુક્રવારે કહ્યું કે, દુનિયાનમાં કોરોના વાયરસનો કહેર છે. નવા નવા કેસ સામે આવી રહ્યાં છે. દિલ્હી સરકારે દિલ્હીમાં એક મહિના સુધી કોઈ પણ રમતની ટુર્નામેન્ટ ન યોજવાનો નિર્ણય કર્યો છે.

Last Updated : Mar 13, 2020, 3:38 PM IST

ABOUT THE AUTHOR

...view details