નવી દિલ્હીઃઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)માં ભાગ લેનારા ખેલાડીઓ અને સહયોગી સભ્યોએ UAEમાં મેચ શરૂ થયા પહેલાં કોવિડ-19 તપાસમાં નેગેટિવ આવવું પડશે અને ટૂર્નામેન્ટ શરૂ થયા બાદ દર 5માં દિવસે કોરોનાની તપાસ કરાવવી પડશે.
BCCIના એક અધિકારીએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, તમામ ભારતીય ખેલાડીઓ અને સહયોગી સ્ટાફને ભારતમાં પોતાની ટીમ સાથે જોડાવવાના એક અઠવાડિયા પહેલાં 24 કલાકના અંતરમાં 2 વખત કોવિડ-19 આરટી-પીસીઆર પરીક્ષણ કરવું પડશે. ત્યારબાદ ખેલાડી(ભારતમાં) 14 દિવસ સુધી આઈસોલેશનમાં રહેશે. તપાસમાં કોઈ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો તો, તેમને 14 દિવસ માટે આઈસોલેશનમાં રહેવું પડશે.
19 સપ્ટેમ્બરથી શરૂ થાનારા IPL માટે UAE જવા પહેલાં ખેલાડીને આઈસોલેશન સમય પૂર્ણ થયાના 24 કલાકમાં 2 વખત કોવિડ-19 આરટી-પીસીઆર તપાસમાં નેગેટિવ આવવું પડશે. અધિકારીએ જણાવ્યું કે, UAE પહોંચ્યા બાદ ખેલાડી અને સહાયક કર્મચારીઓને એક અઠવાડિયા સુધી આઈસોલેશનમાં રહેવા સમયે 3 વખત કોવિડ-19ની તપાસ કરાવવી પડશે. આ ઉપરાંત ત્રણેય વખત રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ ખેલાડીને રમવાની તક મળશે.