નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે હાલમાં જ ચીની મોબાઇલ કંપની વીવો સાથે IPLની 13મી સીઝનમાં ટાઇટલ સ્પોન્સરની ડીલને રદ કરી છે, ત્યારબાદ ટાઇટલ સ્પોન્સરની રેસમાં યોગગુરૂ બાબા રામદેવની કંપની પતંજિલનું નામ જોડાયું છે. મીડિયા રિપોર્ટ મુજબ, પતંજલિ IPL2020ની સ્પોન્સરશિપ માટે વિચાર કરી રહી છે.
#IPL2020 : બાબા રામદેવની પતંજલી ટાઇટલ સ્પોન્સપશિપ માટે કરી રહી છે વિચારણા
પતંજલિના પ્રવક્તા એસકે તિજારાવાલાએ એક ખાનગી અખબાર સાથે વાતચીત કરતા જણાવ્યું કે, 'અમે ચાલુ વર્ષે IPL ટાઇટલની સ્પોન્સરશિપ માટે વિચાર કરી રહ્યાં છીએ. કારણ કે અમે પતંજલિ બ્રાન્ડને વિશ્વ સ્તરે લઇ જવા માગીએ છીએ.
ભારત અને ચીન સીમા રેખા વચ્ચે સૈનિકો સાથે થયેલી અથડામણના પગલે ચીની પ્રોડક્ટની બહિષ્કાર કરવાની વાતને લઇને BCCIએ વીવોને IPL2020 માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે, ત્યારબાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે VIVOની સ્પોન્સરશિપ પર રોક લગાવી દીધી છે.
પતંજલિના પ્રવક્તા એસકે તિજારાવાલએ એક ખાનગી અખબાર સાથે વાતચીત કરતા જણાવ્યું કે, અમે ચાલુ વર્ષે IPL ટાઇટલની સ્પોન્સરશિપને લઇને વિચાર કરી રહ્યાં છીએ, કારણ કે અમે પતંજિલ બ્રાન્ડને વિશ્વ સ્તરે પહોંચાડવા માગીએ છીએ. વધુમાં જણાવતા કહ્યું કે, પતંજલિ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને આ માટે દરખાસ્ત મોકલવાની તૈયારી કરી રહ્યું છે.