અબુ ધાબી: કોરોના કાળમાં માનસિક રિતે થાકી ગયેલા અને ક્રિકેટમાં રસ ધરાવનારા માટે આજથી ભરપુર મનોરંજન શરૂ થાય છે. આજથી IPL નો પ્રારંભ થઈ રહ્યો છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે અબુધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમ પર રમાનાર મેચથી આ વર્ષની ટુર્નામેન્ટનો પ્રારંભ થશે.
બંને ટીમોનો ફેન બેઝ ખૂબ જ મજબૂત છે અને જ્યારે આ બંને ટીમો મેદાન પર ઉતરી જાય છે, ત્યારે તેમના ચાહકો સ્ટેડિયમની બેઠકો પર ઉભા રહે છે. પરંતુ આ વખતે કોવિડ -19 ને કારણે સ્ટેડિયમમાં ચાહકો નહીં આવે અને ખાલી સ્ટેડિયમમાં જ મેચ રમાશે. ચોક્કસપણે ચાહકોના અભાવની ટીમોને કમી લાગશે.
રૈના અને હરભજન વિના ટીમ આવશે મેદાનમાં
જો બંને ટીમોની વાત કરવામાં આવે તો લીગ પહેલા ચેન્નાઈને બે મોટા ઝટકા મળી ચૂક્યા છે. સુરેશ રૈના અને હરભજન સિંહ અંગત કારણોસર આ વખતે આઈપીએલ રમી રહ્યા નથી. બંનેને સીએસકેની મહત્વપૂર્ણ કડી માનવામાં આવતી. આવી સ્થિતિમાં કપ્ટેન મહેન્દ્ર સિંહ ધોની માટે આ બંનેની કમીને પુરી કરવી મુશ્કેલ બનશે. પરંતુ ધોનીને તે કેપ્ટન માનવામાં આવે છે જે કોઈ પણ સંજોગોમાં ટીમનું સંચાલન કરે છે અને ચોક્કસપણે રૈના-ભજ્જી વિના ટીમને કેવી રીતે આગળ ધપાવી શકાય તે સારી રીતે જાણે છે.