IPL 2020 માટે 19 ડિસેમ્બરના હરાજી કરવામાં આવશે. જેમાં રિલીઝ કરેલા ખેલાડીઓ સામેલ થઈ શકે છે. રિલીઝ કર્યા બાદ કઈ ટીમ પાસે કેટલા પૈસા હશે ચાલો જાઈએ.
જાણો કઈ ટીમ પાસે કેટલી ધન રાશિ સૌથી પહેલા વાત કરવામાં આવે તો ચેમ્પિયન રહેલી મુંબઈ ઈન્ડિયન્સે IPL આગામી સીઝન માટે 18 ખેલાડીઓ પોતાની પાસે રાખ્યા છે. જ્યારે 12 ખેલાડીઓ રિલીઝ કર્યા છે. તેમની પાસે 13.05 કરોડ રુપિયા છે.
ચેન્નઈ સુપર કિંગ્સે તેમના 6 ખેલાડીઓને રિલીઝ કર્યા છે. ડેવિડ વિલી, ધ્રુવ શોરે , ચૈતન્ય બિશનોય, મોહિત શર્મા, સ્કૉટ કુગ્ગેલેઈઝન સામલે છે. ચેન્નઈ પાસે 14.60 કરોડની રાશિ છે.
સનરાઈઝ હૈદરાબાદે આગામી સીઝનની હરાજી પહેલા માર્ટિન ગપ્ટિલ, દીપક હૂડ્ડા, રિકી ભુય અને યૂસુફ પઠાણને રિલીઝ કર્યા છે. તેમણે 18 ખેલાડીઓને રિટેન કર્યા છે. હૈદરાબાદની પાસે 17 કરોડ રુપિયા છે.
આઈપીએલ ફેન્ચાઈઝી રાજસ્થાન રૉયલ્સે હરાજી પહેલા તેમની ટીમના 11 ખેલાડીઓ રિટેન અને 11 ખેલાડીઓ રિલીઝ કર્યા છે. આ ટીમની કમાન આઈપીએલ 2020માં સ્ટીવ સ્મિથ સંભાળશે. ટીમને નવા કોચ પણ મળ્યા છે. જે એન્ડ્રિયું મેક્ડૉનલ્ડ રાજસ્થાનની પાસે 28.9 કરૉડ રુપિયા છે.
કોલકતા નાઈટરાઈડર્સે 13 ખેલાડીઓને રિટેન કર્યા છે. અને 11ખેલાડીઓને રિલીઝ કર્યા છે. જેમાં ક્રિસ ગેલ, કાર્લાસ બ્રેથવેટ, રૉબિન ઉથ્પ્પા અને પિયૂષ ચાવલા. કેકેઆર 35.65 કરોડ લઈ આ વર્ષ હરાજીમાં ઉતરશે.
રૉયલ ચેલેન્જર બેંગ્લોરે ગત્ત સિઝનમાં સીઝનમાં આંકડાકીય સ્કોરમાં છેલ્લું સ્થાન મેળવ્યું હતું. હવે આ વખતે આરસીબીના ચાહકોને આશા છે કે, ટીમ સારું પ્રદર્શન કરશે. આ વખતે ફ્રેન્ચાઇઝીએ આઈપીએલ -13 માટે 12 ખેલાડીઓને મુક્ત કર્યા છે. 19 ડિસેમ્બરે યોજાનારી ખેલાડીઓની હરાજી માટે ફ્રેન્ચાઇઝીનું 25 કરોડનું બજેટ હશે.
દિલ્હી કેપિટલે હનુમા વિહારી, ક્રિસ મૌરિસ, કલિન મુનરો, જાલજા સક્સેના, મનજોત કાલરા, અંકુશ બેન્સ, નાથૂ સિંહ અને બંડારુ અયપ્પાને રિલીઝ કર્યા છે.દિલ્હી કેપિટલની પાસે 27.85 કરોડ રુપિયા છે.
કિંગ્સ ઈલેવન પંજાબે સાઉથ આફ્રિકાના વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ મિલરને 8 આઈપીએલ સીઝન બાદ જ્યારે તેમની સાથે ઈગ્લેન્ડના સૈમ કુરેન અને ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર એન્ડ્ર્યુ ટાઇ સહિત 7 ખેલાડીઓ રિલીઝ કર્યા છે. પંજાબ પાસે સૌથી વધુ 42.7 કરોડ રાશિ છે.