હૈદરાબાદ :IPL-2020ને લઇને ભારતમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો, ત્યારે IPL2020નું આયોજનથી ક્રિકેટ રસિયાઓ ખુશ થઇ ગયા હતાં, પરંતુ હવે સામચાર મળી રહ્યાં છે કે, સુરેશ રૈના IPLમાં નહીં રમે અને તે દુબઈથી ભારત પરત ફર્યો છે. કહેવાઈ રહ્યું છે કે, રૈના વ્યક્તિગત કારણોસર IPL નહીં રમે.
ગત રોજ 28 ઓગસ્ટે IPL માટે માઠા સમાચાર આવ્યા હતા કે, ચેન્નઇ સુપરકિંગ્ઝના 11 લોકોને કોરોના પોઝિટિવ આવ્યાં છે. હવે બીજા માઠા સમાચાર આવ્યા છે કે, સુરેશ રૈના વ્યક્તિગત કારણોસર આ વખતે IPL નહીં રમે, તે દુબઈ છોડીને ભારત પરત ફર્યો છે.