ગુજરાત

gujarat

ETV Bharat / sports

IPL 2020: જાણો, કોલકત્તામાં થનારી હરાજી વિશે... - IPL 2020ની હરાજી

કોલકત્તા: ઈન્ડિયન પ્રીમિયર લીગના આગામી સિઝન માટે ગુરૂવારે કોલકત્તામાં ખેલાડીઓની હરાજી થશે. જેમાં બધી 8 ટીમો પોતાના બજેટ પ્રમાણે ખેલાડીઓને ખરીદશે.

IPL
હરાજી

By

Published : Dec 19, 2019, 11:06 AM IST

શરૂઆતમાં 971 ખેલાડીઓએ IPLમાટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ આઠ ફ્રેન્ચાઇઝીસે પોતાના ક્રિકેટર્સના નામ આપ્યા બાદ 332 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. શોર્ટલિસ્ટમાં કરવામાં આવેલા ખેલાડીઓમાં 12 દેશોના 186 ભારતીય, 143 વિદેશી અને ત્રણ એસોસિએટ દેશોના ખેલાડીઓ સામેલ છે. આ વખતની હરાજીમાં કુલ 73 ખાલી જગ્યાને ભરવામાં આવશે. જેમાં 29 જગ્યા વિદેશી ખેલાડીઓ માટે છે.

IPL 2020ની હરાજી પહેલા કંઇ ફ્રેન્ચાઇઝીસ પાસે કેટલી સ્લોર્ટ ખાલી છે.

  • ચેન્નઈ સુપર કિંગ્સ 5 (3 ભારતીય, 2 વિદેશ)
  • રાજસ્થાન રોયલ્સ 11 7 (ભારતીય, 4 વિદેશી)
  • કિંગ્સ XI પંજાબ 9 (ભારતીય, 4 વિદેશી)
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 12 (6 મહિના, 6 વિદેશી)
  • સનરાઇઝર્સ હૈદરાબાદ 7 (5 ભારતીય, 2 વિદેશી)
  • દિલ્હી કેપિટલ્સ 11 (6 ભારતીય, 5 વિદેશી)
  • મુંબઈ ઈન્ડિયન્સ 7 5 (ભારતીય, 2 વિદેશી)

આ હરાજીમાં સૌથી ટોચ રિઝર્વ બેસ પ્રાઈસ 2 કરોડ છે, જેમાં 7 વિદેશી ખેલાડીઓ સામેલ છે. આ લિસ્ટમાં એક ભારતીય પણ ભારતીય ખિલાડી સામેલ નથી.

આ વખતની હરાજીમાં ગ્લેન મેક્સવેલ, ઈયોન મોર્ગન, ક્રિસ લિન, એરોન ફિંચ, શાઇ હોપ, શિમરોન હેટમાયર અને પેટ કમિંગ્સ જેવા નામ સામેલ છે. જેના પર મોટી બોલી લાગી શકે છે. ભારતીય ક્રિકેટરોની વાત કરીએ તો, રોબિન ઉથપ્પા, યૂસુફ પઠાણ આ હરાજીમાં મોટા નામ છે.

2020ની હરાજીમાં સામેલ 332 ખેલાડીઓને તેમના રોલ પ્રમાણે બેટ્સમેન, બોલર, વિકેટકીપર અને ઓલરાઉન્ડરના અલગ અલગ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. IPLની હરાજીમાં સૌથી પહેલા બેટ્સમેનની બોલી લાગશે.

IPLની હરાજી 19 ડિસેમ્બર બપોરે 2:30 કલાક શરૂ થશે.

ABOUT THE AUTHOR

...view details