નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 13નું આયોજન ભારતની બહાર થઇ શકે છે. જેના યજમાન માટે દુબઇ અને શ્રીલંકા રેસમાં સૌથી આગળ છે. તેનો આખરી નિર્ણય તુરંત લેવામાં આવશે કારણ કે BCCI આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારી T-20 વર્લ્ડ કપના નિર્ણયનો પણ ઇન્તજાર કરી રહ્યુ છે.
IPL-13ની સિઝન વિદેશમાં યોજાવવાની સંભાવના, દુબઇ અને શ્રીલંકા વચ્ચે ટોસ - કોરોના
કોરોના વાઇરસની મહામારીના પગલે IPL-13નું આયોજન આ વર્ષે દુબઇ અથવા શ્રીલંકામાં થઇ શકે છે.
BCCIના એક અધિકારીએ કહ્યું કે, વિચાર તો લીગને ભારતમાં રમાડવાનો જ હતો, પરંતુ કોવિડ-19ના પગલે બોર્ડ લીગને દુબઇ અથવા શ્રીલંકા લઇ જવા માટે મજબૂર બન્યું છે.
એક અધિકારી એ કહ્યું કે, ' અમારે હજુ પણ લીગની યજમાનીનો નિર્ણય લેવાનો છે, પરંતુ સંભાવના એ વાતની છે કે, આ લીગ આ વર્ષે દેશની બહાર યોજાશે. ભારતમાં સ્થિતિ એવી નથી કે અહીં દરેક ટીમ એક અથવા બે સ્થળ પર આવે અને એવુ વાતાવરણ બનાવે જે ખેલાડીઓ અને દર્શકો માટે યોગ્ય હોય. તેઓએ વધુમાં જણાવતા કહ્યું કે મેજબાનીમાં દુબઇ અને શ્રીલંકા રેસમાં છે. અમારે એ પણ નિર્ણય લેવાનો છે કે લીગ ક્યાં યોજાશે અને તેના માટે કોરોના વાઇરસની સ્થિતિ પણ જોવી પડશે.