રાંચી (ઝારખંડ): ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી છે. જો કે, ધોની IPL મેચ રમશે. ધોનીના પૂર્વ કૉચ કેશવ રંજન બેનર્જીએ ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી છે. તો આવો જાણીએ શું કહ્યું ધોનીના પૂર્વ કૉચ કેશવ રંજન બેનર્જીએ...
ધોનીના આ નિર્ણય બાદ તેમના ફેન્સને ઝટકો લાગ્યો હતો. આ ઉપરાંત ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેને પણ ધોનીને લઇને BCCIને ખાસ અપીલ કરવામાં આવી છે. તમને જણાવી દઇએ કે, ધોનીની શરૂઆત બાંગ્લાદેશ વિરુદ્ધની મેચથી થઇ હતી. ધોનીએ પોતાની શરૂઆતની 4 મેચમાં અનુક્રમે 0, 12, 7, 3 રન બનાવ્યા હતા. ત્યારબાદ તત્કાલીન કેપ્ટન સૌરવ ગાંગુલીએ ધોનીને પાકિસ્તાન વિરુદ્ધની મેચમાં ત્રીજા નંબર પર બેટિંગ માટે મોકલ્યો હતો અને ધોનીએ આ મેચમાં ખૂબ જ ઉમદા પ્રદર્શન કર્યું હતું.