મુંબઈ : ભારતના મહાન ક્રિકેટર સચિન તેડુલકરે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર તેમનું જીવનની 5 મહિલાઓને સમર્પિત કર્યું છે.આ પાંચ મહિલાઓ સચિનના જીવનમાં મહત્વનું યોગદાન રહ્યું છે. સચિને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેમના બાળપણના દિવસોને યાદ કર્યા છે. તેમણે પોતાના જીવનમાં સફળતાનો શ્રેય તેમની માતા, કાકી, પત્ની , પુત્રી અને સાસું ને આપ્યો છે.
સચિને કહ્યું કે, બાળપણમાં તેમની માતા રજની હંમેશા તેમનો ખ્યાલ રાખતી હતી. તેમના કાકી વિશે કહ્યું કે, કાકી સ્કૂલના દિવસોમાં તે 4 વર્ષ તેમના કાકીના ઘરે રહ્યો હતો. તેમણે કાકીને બીજી માતા કહી છે.