ગુજરાત

gujarat

ETV Bharat / sports

INDvsWI : રવિન્દ્ર જાડેજાની બેટિંગથી પ્રભાવિત થયા ગાંગુલી - crickettopnews

કટક : ભારતીય ક્રિકેટ બોર્ડ ઓફ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરભ ગાંગુલીએ ખેલાડી રવિન્દ્ર જાડેજાની પ્રશંસા કરી છે. વેસ્ટઈન્ડીઝ વિરુદ્ધ રમાયેલી અંતિમ મેચમાં ટીમ માટે સારું પ્રદર્શન કરી ટીમને જીત અપાવી છે. જાડેજાએ અણનમ 39 રન બનાવ્યા અને ભારતને 316 રનનો લક્ષ્યાંક પ્રપ્ત કરવામાં મહત્વનું યોગદાન આપ્યું હતુ. તેમણે કેપ્ટન વિરાટ કોહલી સાથે શાનદાર ભાગીદારી બનાવી હતી.

કટક
ETV BHARAT

By

Published : Dec 23, 2019, 4:38 PM IST

ગાંગુલીએ ટ્વિટ કરી કહ્યું કે, ભારતીય ટીમ માટે વધુ એક જીત, શુભકામના. ટીમનું શાનદાર પ્રદર્શન .

સચિન તેડુંલકરે પણ ભારતને જીત પર શુભકામના પાઠવી છે. ટ્વીટ કરી કહ્યું કે , "ભારતને વન-ડે સીરિઝ પર શુભકામના. ટીમે ખુબ સારું પ્રદર્શન કર્યું છે."

આ મેચમાં કોહલીએ 85 રન ફટકાર્યા હતા. રોહિત શર્માએ 63 અને લોકેશ રાહુલે 77 રન બનાવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details