નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમે કોવિડ-19 રોગચાળાને કારણે આવતા મહિને શ્રીલંકા પ્રવાસ રદ કરી દીધો છે. ભારત અને શ્રીલંકા વચ્ચેના આ પ્રવાસમાં 3 ટી-20 મેચ અને 3 વનડે મેચનું આયોજન હતું. આ પ્રવાસ જૂનમાં યોજાવાનો હતો. જેમાં ભારત અને શ્રીલંકા વચ્ચે 3 ટી-20 મેચ અને 3 વનડે મેચ રમાવાની હતી.
કોરોનાની ક્રિકેટ પર અસરઃ ભારતે કર્યો શ્રીલંકા પ્રવાસ રદ્દ - કોવિડ-19 રોગચાળો
ભારતીય ક્રિકેટ ટીમે કોવિડ-19 રોગચાળાને કારણે આવતા મહિને શ્રીલંકા પ્રવાસ રદ કરી દીધો છે. ભારત અને શ્રીલંકા વચ્ચેના આ પ્રવાસમાં 3 ટી-20 મેચ અને 3 વનડે મેચનું આયોજન હતું.
શ્રીલંકા ક્રિકેટે એક નિવેદનમાં જણાવ્યું કે, "બીસીસીઆઈએ શ્રીલંકા ક્રિકેટને માહિતી આપી હતી કે, કોવિડ-19 રોગચાળાને કારણે ત્રણ વનડે અને ત્રણ ટી-20 મેચની શ્રેણીનું આયોજન કરવું શક્ય નથી."
મળતી માહિતી મુજબ, હાલની પરિસ્થિતિ મુજબ જુલાઈમાં શ્રીલંકાનો પ્રવાસ કરવો શક્ય નથી. શ્રીલંકા ક્રિકેટ (એસએલસી)ની રજૂઆતમાં પણ શ્રેણી રદ કરવાની પુષ્ટિ કરવામાં આવી છે. શ્રીલંકા ક્રિકેટે કહ્યું કે, "બીસીસીઆઈએ શ્રીલંકા ક્રિકેટને માહિતી આપી છે કે, કોવિડ-19 રોગચાળાને લઈને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 3 વનડે અને 3 ટી-20 શ્રેણીનું આયોજન કરવું યોગ્ય રહેશે નહીં."