ભારતે બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટમાં 6 વિકેટે 493 રન કરીને દાવ ડિક્લેર કર્યો હતો. જેનો પીછો કરનાર બાંગ્લાદેશ માત્ર 213 રનમાં સમેટાઈ ગયું હતું. જેની સાથે ભારતે 1-0ની લીડ મેળવી લીધી છે. ભારતને જીતાડવા માટે બન્ને ઈનિંગમાંથી મોહમ્મદ શમીએ 7 વિકેટ લીધી હતી. જ્યારે મયંક અગ્રવાલે 243 રન ફટકારી પોતાના કરીયરની બીજી બેવડી સદી ફટકારી હતી.
બાંગ્લાદેશ સામે ભારતની એક ઇનિંગ્સ અને 130 રને શાનદાર જીત - test cricket news
ઈન્દોર: ભારતે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશને 130 રન અને એક ઇનિંગ્સે હરાવ્યું છે. ભારતે બાંગ્લાદેશને પ્રથમ ઇનિંગમાં 150 રને ઓલઆઉટ કર્યું હતું. તેનો પીછો કરતાં ભારતે 6 વિકેટના નુકસાને 493 રન સાથે ઇનિંગે ડિક્લેર કરી હતી. જ્યારે બાંગ્લાદેશ બીજા ઇનિંગમાં માત્ર 213 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જેથી ભારતે બે ટેસ્ટની સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.
![બાંગ્લાદેશ સામે ભારતની એક ઇનિંગ્સ અને 130 રને શાનદાર જીત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5084062-thumbnail-3x2-m.jpg)
સૌજન્ય BCCI
ભારતીય ખેલાડીઓએ બનાવેલા રેકોર્ડ
- મયંક અગ્રવાલ વિરેન્દ્ર સહેવાગ બાદ બીજો ઓપનર બન્યો જેમણે એક દિવસમાં 200થી વધુ રન ફટકાર્યા હોય.
- અજિંક્ય રહાણેએ 104મી ઈનિંગમાં 86 રનની મદદથી 4000 રન પૂર્ણ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ રેકોર્ડ બાદ રહાણે 4000 રન પૂર્ણ કરનાર 10મો ભારતીય બની ગયો છે.
- જાડેજાએ પોતાના ટેસ્ટ કરિયરમાં 14મી ફિફટી ફટકારી છે. જ્યારે 8માં ક્રમે બેટીંગ કરવા આવનાર યાદવે પણ 10 બોલમાં 25 રન ફટકાર્યા હતાં
Last Updated : Nov 16, 2019, 7:06 PM IST