ગુજરાત

gujarat

ETV Bharat / sports

ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો ઈંગ્લેન્ડ પ્રવાસ રદઃ રિપોર્ટ - મહિલા ક્રિકેટ ટીમનો ઈંગ્લેન્ડ પ્રવાસ

એક સમાચાર મુજબ, દક્ષિણ આફ્રિકા મહિલા ટીમ ઉનાળામાં ઈંગ્લેન્ડ પ્રવાસે જવાની છે. એવી આશા વ્યક્ત કરવામાં આવે છે કે, ભારત, દક્ષિણ આફ્રીકા અને ઈંગ્લેન્ડની ટીમની ત્રિકોણીય સિરીઝ રમવાની હતી, પરંતુ ભારતમાં કોરોનાના વધતા કેસને કારણે આ પ્રવાસમાં ભારતીય મહિલા ટીમ જોડાશે નહીં.

ETV BHARAT
ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો ઈંગ્લેન્ડ પ્રવાસ રદઃ રિપોર્ટ

By

Published : Jul 21, 2020, 3:52 PM IST

લંડનઃ ભારતી મહિલા ક્રિકેટ ટીમ કોવિડ-19 મહામારીના કારણે ઈંગ્લેન્ડના પ્રવાસથી હટી ગઇ છે. મીડિયા અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ઈંગ્લેન્ડમાં જૂનમાં આંતરરાષ્ટ્રીય ત્રણ વન ડે અને 3 T-20 સિરીઝ રમવાની હતી. જેને કોરોના મહામારીના કારણે સ્થગિત કરી દેવામાં આવી હતી. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ(ECB)એ જાહેરાત કરી હતી કે, તે સપ્ટેમ્બરમાં ત્રિકોણીય સિરીઝના આયોજન માટે ભારત અને દક્ષિણ આફ્રીકાની પોતાની સમકક્ષ ટીમોના સંપર્કમાં છે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ

એક વેબસાઈટના સમાચાર મુજબ, દક્ષિણ આફ્રિકા મહિલા ટીમ ઉનાળામાં ઈંગ્લેન્ડ પ્રવાસે જવાની છે. એવી આશા વ્યક્ત કરવામાં આવે છે કે, ભારત, દક્ષિણ આફ્રીકા અને ઈંગ્લેન્ડની ટીમની ત્રિકોણીય સિરીઝ રમવાની હતી, પરંતુ ભારતમાં કોરોનાના વધતા કેસનો મતલબ આ પ્રવાસ થઇ શકશે નહીં.

આ વેબસાઈટમાં કહેવામાં આવ્યું છે કે, હવે કદાચ ઈંગ્લેન્ડ-દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ સિરીઝના મેચની સંખ્યા વધારવાનો પ્રયાસ થઇ શકે છે.

ABOUT THE AUTHOR

...view details