ગુજરાત

gujarat

ETV Bharat / sports

કોરોના મહામારીઃ ત્રિકોણીય સિરીઝમાં ભારતીય ટીમ ભાગ લેશે નહીં, ઈંગ્લેન્ડ પ્રવાસ થયો રદ - પુરૂષ ટીમની વાપસી

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડમાં સપ્ટેમ્બરમાં થનારી ત્રિકોણીય સિરીઝમાં ભાગ લેશે નહીં.

ETV BHARAT
કોરોના મહામારીઃ ત્રિકોણીય સીરીઝમાં ભારતીય ટીમ ભાગ લેશે નહીં, ઈંગ્લેન્ડ પ્રવાસ થયો રદ

By

Published : Jul 20, 2020, 6:07 PM IST

નવી દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં ફેલાયેલી કોરોના મહામારીના કારણે રમત-ગમત ઘણું અસરગ્રસ્ત થયું છે. હવે જો કે, પુરૂષ ટીમની વાપસી થઇ છે, પરંતુ મહિલા ક્રિકેટની વાપસી હજૂ બાકી છે. આ સાથે જ ઘણા ટૂર્નામેન્ટમાં હજૂ પણ આની અસર જોવા મળી રહી છે. T-20 વર્લ્ડ કપ અને એશિયા કપ પર પણ કોરોનાને કારણે સંકટના વાદળો ઘેરાયેલા છે.

સ્મૃતિ મંધાના

આ સાથે જ મીડિયા અહેવાલ મુજબ, ભારતીય મહિલા ટીમનો ઈંગ્લેન્ડ પ્રવાસ પણ રદ કરવામાં આવ્યો છે. આ પ્રવાસમાં મહિલા ટીમને ત્રિકોણીય સીરીઝ રમવાની હતી. સપ્ટેમ્બરમાં ભારતીય મહિલા ટીમને ત્રિકોણીય સીરીઝ માટે ઈંગ્લેન્ડનો પ્રવાસ કરવાનો હતો, પરંતુ ભારતીય ટીમ આ સીરીઝમાંથી હટી ગઈ છે. આ સીરીઝમાં ત્રીજી ટીમ સાઉથ આફ્રિકાની છે.

હરમનપ્રીત કૌર

મીડિયા અહેવાલ અનુસાર, એક સૂત્રએ જણાવ્યું કે, દિવસેને દિવસે પરિસ્થિતિ ખરાબ થઇ રહી છે. જેથી અમારી પાસે સીરીઝમાંથી પાછળ હટવા ઉપરાંત કોઈ વિકલ્પ નથી. અમે બ્રિટેન જવાની અમારી અસમર્થતા અંગે ગત એઠવાડિયે જ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડને જણાવ્યું છે.

સૂત્રએ જણાવ્યું કે, અમે ભારતીય પુરૂષ ટીમનો ઝિમ્બાબ્વે, શ્રીલંકા અને એશિયા કપનો શ્રીલંકા પ્રવાસ રદ કરી ચુક્યા છીંએ. દરેક લોકો કોરોના સામે ઝઝુમી રહ્યા છે અને આપણે ધૈર્યની જરૂરત છે. ઈંગ્લેન્ડ મહિલા ક્રિકેટની 24 સભ્યોની ટીમ ગત 4 અઠવાડિયાથી આ ટૂર્નામેન્ટ માટે મેદાવનમાં પરસેવો વહાવી રહી છે, પરંતુ હવે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડને ત્રિકોણીય સીરીઝને સાઉથ આફ્રિકા સાથે દ્વિપક્ષીય સીરીઝમાં બદલવી પડશે.

ABOUT THE AUTHOR

...view details