આ દિગ્ગજ ખેલાડીએ ક્ષતિગ્રસ્ત મહિલાઓ માટે પહેલાથી જ રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટના સમર્થનની જાહેરાતના સમયે કહ્યું છે, 'આ એ વસ્તુઓમાંથી એક છે જે તમારે સમજવી પડશે. દરેક લોકો ભારતને જ દાવેદાર ગણાવે છે. બધાને ખબર છે કે ભારતીય ટીમ સેમીફાઇનલ અથવા નોકઆઉટ તબક્કામાં સ્થાન બનાવવાની છે.
ટેસ્ટ ક્રિકેટમાં હાઇએસ્ટ વ્યક્તિગત સ્કોરનો વિશ્વ રેકોર્ડ કરનારને લાગી રહ્યું છે કે, ભારત 70ના દશકાની વેસ્ટ ઇન્ડિઝ અથવા છેલ્લા દશકાની ઓસ્ટ્રલિયાની ટીમની જેમ જ સતત જીતવાની ક્ષમતા વિકસીત કરવાની આવશ્યક્તા છે.
દિગ્ગજ ખેલાડી બ્રાયન લારા તેઓએ ઇગ્લેન્ડમાં આ વર્ષે રમાયેલા વર્લ્ડ કપની વાતચીત કરતા કહ્યું કે, 'દરેક ટીમ એવા મેચ માટે તૈયાર રહે છે, પછી તે ક્વાર્ટર ફાઇનલ હોય કે સેમીફાઇનલ. જુઓ ન્યુઝીલેન્ડે ભારત વિરૂદ્ધ મેચ કેમ રમ્યો, તેને ખબર હતી કે કોને ટાર્ગેટ કરવો છે અને શું કરવુ છે. તેથી ભારતે તેની પ્રશંસા કરવી જોઇએ.
લારાએ કહ્યું કે વિ઼રાટ કોહલી અને રોહિત શર્મા જેવા ક્રિકેટર ટેસ્ટમાં તેના 400 રનનો રેકોર્ડ તોડી શકે છે.
તેઓએ કહ્યું, 'વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા ખેલાડી છે. જે પુરો દિવસ અથવા દોઢ દિવસ સુધી બેટિંગ કરે તો આ રેકોર્ડને આસાનીથી તોડી શકે છે. આશા છે કે, હું તેને જોવા માટે રહીશ.