ગુજરાત

gujarat

ETV Bharat / sports

વરસાદને કારણે ભારતીય વીમા કંપનીઓને લાગશે 100 કરોડનો ચૂનો, જાણો કેમ - #ICC

નવી દિલ્લી : દેશના ક્રિકેટ રસિકોની સાથે-સાથે વીમાં કંપનીઓ પણ વરસાદને લઈ પ્રાર્થના કરી રહ્યા છે. બ્રિટેનમાં ચાલી રહેલા વર્લ્ડકપ 2019માં ભારતની બાકી રહેલી મેચને વરસાદનું ગ્રહણ ન લાગે કારણ કે, તેનાથી વીમા કંપનીઓને 100 કરોડ રુપિયા સુધીનું નુકસાન થઈ શકે છે. ભારતને હજુ પણ 4 મેચ રમવાની બાકી છે.

ભારતીય વીમા કંપનીઓને લાગશે 100 કરોડનો ચૂનો

By

Published : Jun 23, 2019, 11:31 PM IST

વર્લ્ડકપમાં સેમીફાઈનલ પહેલા ભારતને 4 મેચ રમવાની બાકી છે. વીમાં કંપનીઓનું કહેવુ છે કે, આ મેચમાં વરસાદ ન પડે. કારણ કે, મેચ રદ થવાથી નુકસાન થઈ શકે છે. ભારતીય વીમા કંપનીઓ પર 100 કરોડનો ખતરો મંડરાઈ રહ્યો છે.વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં કુલ 4 મેચ વરસાદને કારણે રદ થઈ છે.

ભારતીય બજારમાં અંદાજે 150 કરોડનું જોખમ છે. જેમાં કેટલીક વીમા કંપનીઓનો પણ ભાગ છે. ન્યૂ ઈન્ડિયા, ઈન્સ્યોરન્સ , જનરલ ઈન્શયોરન્સ કોરપોરેશન , ICICI લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સ અને એરટેલ ઈન્શ્યોરન્સ જેવી મોટી કંપનીઓ સામાનય રીતે વીમા કવર ઉપલબ્ધ કરાવે છે.

આ કવર મુખ્યત્વે પ્રસારકો માટે હોય છે. જે પ્રસારણ અધિકારો ICCને પહેલાથી જ ચુકવણી કરે છે. મેચ ન રમાવાથી જાહેરાતને નુકસાન થયું હોય તેવી ચેનલે વીમા માટે દાવો કરે છે. વરસાદને કારણે મેચ રદ થાય તો જાહેરખબર પર અસર પડે છે.

ABOUT THE AUTHOR

...view details