અઠવાડીયાની આ ટ્રેનિંગ કાર્યક્રમનો ભાર શાહવીર તારાપોર સરીખે અમ્પાયરિંગ વિશેષજ્ઞને સોંપવામાં આવ્યો છે. આ ટ્રેનિંગ શાહવીરની દેખરેખમાં કરવામાં આવશે.
ભારત માલદીવને ક્રિકેટમાં મદદ કરશે તારાપોર માલદીવમાં લેવલ 2 અમ્પાયર પ્રમાણે 25 લોકોને પ્રશિક્ષણ આપશે. BCCI અને માલદીવ ક્રિકેટ બોર્ડના સહયોગથી આયોજીત અભ્યાસ ICCના માપદંડોના હેઠળ પ્રતિસ્પર્ધાત્મક ક્રિકેટની અંપાયરિંગ શેખવાડશે. આ દરમિયાન ટેસ્ટ મેચ, વન ડે, અને T 20 મેચને લઈને ICCના નિયમોની જાણકારી પણ આપશે.
આ સાથે માલદીવની પુરુષ અને મહિલા ક્રિકેટ ટીમ આગામી મહિને ચેન્નાઈમાં એક મહિનાની ટ્રનિંગ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે ખેલાડીઓની ટેકનિકના વિકાસમાં મદદ કરશે.
માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહને બેટ ગિફ્ટ આપતા PM મોદી ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી જ્યારે માલદીલ પ્રવાસે ગયા હતા, PM મોદીએ માલદીવમાં ક્રિકેટને આગળ વધારવા માટે મદદ કરવાનો વાયદો કર્યો હતો. તેમણે ત્યારે માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહને ક્રિકેટ વિશ્વ કપમાં રમી રહેલા ભારતીય ખેલાડીઓના હસ્તાક્ષર વાળું બેટ ગિફ્ટમાં આપ્યું હતું.