ગુજરાત

gujarat

ETV Bharat / sports

ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી - mahendrasing dhoni

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લીધો છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી સન્યાસની જાહેરાત કરી હતી. ધોનીએ સ્કૂલના દિવસોમાં જ ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. માત્ર 18 વર્ષની ઉંમરમાં જ તેમણે બિહારની રણજી ટીમમાં જગ્યા મળી હતી. ત્યાર બાદ ધોની ભારતીય રેલવે માટે પણ ક્રિકેટ રમ્યા હતા.

મહેન્દ્ર સિંહ ધોની
મહેન્દ્ર સિંહ ધોની

By

Published : Aug 15, 2020, 8:23 PM IST

Updated : Aug 15, 2020, 8:59 PM IST

હૈદરાબાદઃ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી અને ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી છે.

વર્ષ 2003માં જિમ્બાબ્વે અને કેન્યા સામેની મેચમાં માહીને ઇન્ડિયાની ટીમમાં જગ્યા મળી હતી. આ તકનો ધોનીએ લાભ ઉઠાવ્યો હતો. ત્યાં રમાયેલી 7 મેચમાં 362 રન બનાવ્યા હતા અને સાથે જ વિકેટ કીપિંગનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ દરમિયાન તેમણે 7 કેચ ઝડપી પાડ્યા હતા અને 4 સ્ટપિંગ કર્યા હતા. ધોનીના આ પ્રદર્શનને જોઇ છેલ્લા 6 વર્ષથી વિકેટ કિપર શોધી રહેલી ભારતીય ટીમના સિલેક્ટરનું ધ્યાન મહેન્દ્ર સિંહ ધોની તરફ ખેંચાયું.

આ રીતે વર્ષ 2004માં ધોનીના સફરની શરૂઆત થઇ હતી. જો કે આ શરૂઆત માટે તત્કાલીન કેપ્ટન સૌરવ ગાંગુલીએ પહેલી તક આપી હતી. ત્યારબાદ ધોનીએ ક્યારેય પણ પાછું ફરીને જોયું નહોતું.

ધોનીએ પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ઇન્ગલેન્ડમાં રમાયેલા વિશ્વકપ-2019ની સેમીફાઇનલ ન્યૂઝીલેન્ડની સામે રમી હતી. ત્યારબાદ આજે તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી હતી.

Last Updated : Aug 15, 2020, 8:59 PM IST

ABOUT THE AUTHOR

...view details